SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ વેદમાં આયુર્વેદનાં ખો પૌરાણિક માન્યતા પ્રમાણે વેદ અનાદિ છે અને આપણી બધી વિદ્યાઓનું મૂળ વેદ છે. આ માન્યતામાં એટલું ઐતિહાસિક સત્ય જરૂર છે કે વેદના કાળથી પ્રાચીનતર કાળમાં આપણી નજર પહેાંચી શકતી નથી. સ ંસ્કૃત સાહિત્યની પરંપરામાં વ્યાકરણ, નિરુક્ત વગેરે જેમ વેદંગ ગણાય છે, તેમ આયુર્વેદ ઉપવેદ ગણાય છે. ચરક અને સુશ્રુત બેયના મત પ્રમાણે આયુવેને અથવવેદના ઉપવેદ ગણવા જો એ.૧ ખીજા ત્રણુ વેદા કરતાં અથવવેદમાં વૈદાને લગતાં સૂચને વધારે છે, એટલે આ માન્યતા તદ્દન સ્વાભાવિક છે. છતાં ચરણવ્યૂહમાં આયુર્વેદને ઋગ્વેદના ઉપવેદ કહ્યો છે, એ આશ્રય લાગે છે. વૈદિક સમાજમાં તાવ, શરદી, ઉધરસ, ઝાડા વગેરે વારવાર થતા રોગીના તથા લડાઈ એમાં ખાણા તથા ખીજાં હથિયારો વાગવાથી થતાં ત્રણાનેા ઉપાય શોધવા માટે તીક્ષ્ણ વિચારશક્તિવાળા ઋષિઓની બુદ્ધિ પ્રયત્ન કરે એ સ્વાભાવિક છે. આ વિષયમાં વિચારને આગળ વધવા માટે સામગ્રી પણ પુષ્કળ હતી. પંજાબનાં અને હિમાલયનાં પડધારાનાં જંગલેા હજારે વનસ્પતિઓથી ભર્યાં હતાં- યજ્ઞામાં હામત્રાનાં પશુના અવયા કાપી કાપીને હેામવાના હાવાથી વૈદિક ઋષિઓનું શરીરજ્ઞાન વધતું જતું હતું. યુદ્ધોમાં પણ વાગેલાં ખાણુનાં મૂળાં કાઢતાં તથા કપાયેલા અવયવ ઉપર પાટાપીંડી કરતાં શલ્યતંત્ર(Surgery )નું જ્ઞાન મળતું હતું. આવી અનુકૂળ પરિસ્થિતિમાં તીવ્ર બુદ્ધિશાળી તથા પ્રવૃત્તિશીલ વૈદિક १. तत्र भिषजा पृष्ठेनैवं चतुर्णामृक्सामयजुरथर्ववेदानामात्मनोऽथर्वવેઢે તિરાવે । ચ મૂ. મ. રે ૦ इह खलु आयुर्वेदमष्टांगमुपांगमथर्ववेदस्य । सुश्रुत सू. अ. १
SR No.032692
Book TitleAyurvedno Itihas
Original Sutra AuthorN/A
AuthorDurgashankar Kevalram Shastri
PublisherGujarat Vidya Sabha
Publication Year1966
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy