SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨] આયુર્વેદના ઇતિહાસ જાનપુરના દિલ્હીથી નિમાયેલા સૂક્ષ્મા હતા. એના સમય ઈ. સ. ૧૪૮૭ થી ૧૪૮૯ છે.૧ શિવદાસ સેનની લધુવાગ્ભટ ટીકાની હાચપ્રત સકાબ્દ ૧૪૪૮ની મળી છે. અંગસેન—વૃન્દના સિયાગને અને ચક્રદત્તના ચક્રસંગ્રહને મળતા આ બંગસેનના ચિકિત્સાસારસંગ્રહ નામના ગ્રન્થ છે. એ ગ્રન્થના કર્તા પેાતાને ક્રાન્તિકાવાસમાં જન્મેલા તથા ગદાધરના પુત્ર કહે છે, અને મંગલાચરણ ઉપરથી શિવભક્ત તથા સેનાન્ત નામ ઉપરથી બંગાળી જાય છે. ચરક સુશ્રુત, વાગ્ભટ અને માધવ પછી તેા અંગસેન છે જ, પશુ વાળા(નાયુ)નાં નિદાનચિકિત્સા વૃન્દમાંથી ઉતારે છે એટલું જ નહિ, પણ એમાં પેાતાના તરફથી ઉમેરા કરે છે એ જોતાં વૃન્દ પછી અમુક કાળે ખંગસેન થયા છે એટલું નક્કી. હવે ચક્રદત્તની ગ્રહણીચિકિત્સામાં એક રસપપ`ટિકા છે, જેને માટે નિવૃદ્ધા ચાળિના એ રીતે ચક્રપાણિ કહે છે. મતલબ કે એ એની પેાતાની બનાવટ છે. અને અંગસેને રસાયનાધિકારમાં એને ગન્ધકપટી કહીને આપી છે. એ જોતાં ખંગસેન ચક્રદત્ત પછી થાય છે એમ નક્કી થાય છે. અભ્રક, લાડુ, પારદ, ગન્ધક, તામ્ર વગેરે ખનિજ ઔષધેાના ઉપયાગની બાબતમાં પણ ચક્રદત્ત અને અંગસેન સમાન કક્ષામાં પશુ ખંગસેન પાછળના જણાય છે. બીજી તરફથી હેમાદ્રિએ ખંગસેનમાંથી પુષ્કળ ઉતારા કર્યાં છે.૨ એ જોતાં ચક્રદત્ત પછી અને હેમાદ્રિ પહેલાં. વળી, મહારાષ્ટ્ર સુધી બંગાળી ગ્રન્થકારની ખ્યાતિ પહેાંચવાને ઓછામાં ઓછાં પચાસ વર્ષના ગાળા તેા જોઈએ, એ જોતાં અંગસેનને સમય ઈ. સ. ૧૨૦૯ ની આસપાસમાં ઠરે છે. કવિરાજ ૧. જુઓ ડની ક્રોનાલાજી, પૃ. ૨૬૪ તથા ૩૫. ૨. બ્રુએ સટીક અષ્ટાંગહૃદયની નિ, કે. વાળી ૧૯૩૯ ની આવૃત્તિમાં હેમાદ્રિએ ઉલ્લિખિત ગ્રન્થાની સૂચી.
SR No.032692
Book TitleAyurvedno Itihas
Original Sutra AuthorN/A
AuthorDurgashankar Kevalram Shastri
PublisherGujarat Vidya Sabha
Publication Year1966
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy