SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ ] - આયુર્વેદને ઈતિહાસ છે. પછી કૂતરાં, શિયાળ વગેરેના કરડવાથી થતા હડકવા-(ાત્રા Hydrophobia)નું વર્ણન છે. એના ઉપાયો લખ્યા છે, અને સાથે માંત્રિક ઉપચાર કહેલ છે. હડકવા થયા પછી અસાધ્ય છે એ પણ નેપ્યું જ છે. છેવટ અનેક જાતનાં કીટનાં ઝેરનું તથા ચિકિત્સાનું વર્ણન કર્યું છે, જેમાં ઘોળી, કીડી, દેડકાં, કાનખજૂરા વગેરે સમાવેશ થાય છે. આ કીટે તેમ જ વીંછી વગેરેની ઉત્પત્તિ છાણ, સર્પ વગેરેના સડામાંથી માની છે તે એ જમાનાની સામાન્ય ક૯૫ના લાગે છે.૧ આ અગદતંત્રના વિષયમાં પાછળથી જ્ઞાન વધ્યું નથી. રસાયન વાજીકરણ–ચરકસંહિતામાં સ્પષ્ટ કહ્યું છે કે ઔષધ બે જાતનું છેઃ એક નીરોગીન તેજ બળ આદિને વધારનારું અને બીજું રેગીના રોગને હરનારું.” કાયચિકિત્સા આદિ આયુર્વેદાંગમાં રેગીના વેગને હરનાર ઔષધની ચર્ચા છે, જ્યારે રસાયન વાજીકરણમાં પહેલા પ્રકારના ઔષધની ચર્ચા છે. અલબત્ત, કેટલાંક ગહર ઔષધમાં થેડી રસાયન કે વાજીકરણની શકિત હોઈ શકે, તેમ રસાયન વાજીકરણ ઔષધે થોડું ઘણું રેગ હરવાનું કાર્ય કરે એમ ચરક સ્વીકારે છે. રસાયનથી માણસ દીર્ઘ આયુષ, યાદદાસ્ત, મેધા, આરોગ્ય, યૌવન, કાન્તિ, વાસિદ્ધિ, લેકવન્ધતા” આદિ મેળવે છે, એમ ચરક કહે છે. ૩ રસાયનના બે જાતના પ્રયોગો (૧) કુટીરાવેશિક, અને (૨) વાતાતપિક ચરકમાં વર્ણવ્યા છે. વળી, આ પ્રયોગો વડે તથા એ ૧. જુઓ બ્ર, સૂ ૨-૧-૬ના શાંકરભાષ્યમાં છાણમાંથી વીછી આદિ ઉત્પન્ન થવાની વાત છે. ૨. જુઓ ચરકસંહિતા, ચિ. અ. ૧, ગ્લૅ. ૪. ૩. એજન, . ૭, ૮.
SR No.032692
Book TitleAyurvedno Itihas
Original Sutra AuthorN/A
AuthorDurgashankar Kevalram Shastri
PublisherGujarat Vidya Sabha
Publication Year1966
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy