SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ ] આયુર્વેદને ઈતિહાસ તેમ જ પ્રાકૃતરૂપ તથા વિકૃતરૂ૫; વળી વાયુની કેવળ સૂક્ષ્મતા અને પિત્ત તથા કફની સૂક્ષ્મ અને સ્થળ ઉભયવિધતા વગેરે વિસ્તૃત વિષયની ચર્ચા અહીં શક્ય, નથી, પણ કવિરાજ ગણનાથ સેનના શબ્દોમાં, સમગ્ર નાડીમંડલ (Nervous System)ની ક્રિયાઓને વાયુમાં, શરીરમાં જે કાંઈ કાર્યો ઉષ્ણુતા અને તેજથી થાય છે (Heat producing mechanism) તેને પિત્તમાં અને શરીરમાં તર્પણ સ્નિગ્ધતા રાખનાર અને ઉષ્ણતા ન વધવા દેનાર જે કાર્ય થાય છે તેને કફમાં સમાવેશ કર્યો છે. અલબત્ત, આ કરતાં વાત, પિત્ત, કફમાં ઘણું વધારે છે. નીરોગ તથા રોગયુકત શરીરની સર્વ પ્રકારની ક્રિયાઓનું ત્રણ લક્ષણસમૂહમાં વગીકરણ કરવાનો પ્રયાસ મને ત્રિદોષવાદમાં દેખાય છે. દવ્યગુણવિજ્ઞાન અને પરિભાષા વૈદ્યનું દ્રવ્યગુણવિજ્ઞાન અને પરિભાષા ( Meteria Medica and Pharmacy) પણ એક પૂર્વાગ છે. વૈદિક કાળના વૈદ્યને લગભગ સે વનસ્પતિદ્રવ્યોને પરિચય હશે એ ઉપર જેવું છે, અને એમાંથી ચેડાં દ્રવ્યોનું જ ઔષધીય જ્ઞાન હશે અને તે પણ અ૫; પણ સંહિતાકાલીન વૈદ્યને છસેથી વધારે ઔષધ તરીકે ઉપયોગી વનસ્પતિઓને પરિચય છે, જોકે હાલમાં એમાંથી કેટલીક સંદિગ્ધ થઈ ગઈ છે અને ત્રણસોથી વધારે ભાગ્યે જ વપરાય છે. વળી, પ્રાણીઓ અને પક્ષીઓનાં માંસ, રક્ત, દૂધ, મૂત્ર, મળ વગેરેને પણ પુષ્કળ ઉપયોગ સંહિતાઓમાં કરેલો છે. ઔષધીય વનસ્પતિનું કયું અંગ દવા તરીકે લેવું તથા કઈ ૧. જુઓ “સિદ્ધાન્ત નિદાનના પહેલા બાર કે, તેની ટીકા અને તેમાં ઉદાહરલાં સંહિતાઓનાં વચનો તથા નિ. ભા. વૈદ્યસંમેલનની ત્રીજી બેઠકના સભાપતિનું વ્યાખ્યાન. આ સિવાય ત્રિદોષવિષયક ગ્રન્થવચનોના સંગ્રહ આગલી ટિપ્પણીમાં ઉલિખિત નિબંધ અને ગ્રન્થામાં મળશે.
SR No.032692
Book TitleAyurvedno Itihas
Original Sutra AuthorN/A
AuthorDurgashankar Kevalram Shastri
PublisherGujarat Vidya Sabha
Publication Year1966
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy