SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ આયુર્વેદની સંહિતાઓ [૧૨૧ કક્કારને એક કુરિણિ જેટલું ધાન્ય મળશે. બે પરિચાર-ચિકિત્સામાં ઉપયોગી ઓષધિઓ લઈ આવવા માટે, ઔષધ પકાવવામાં આવશ્યક લાકડાંઓ લઈ આવવા માટે તથા દવાઓ તૈયાર કરવા ભાટે બે પુરુષ પરિચારકે રાખ્યા છે, જે દરેકને એક કુરિણિ જેટલું ધાન્ય આપવું. દર્દીઓની સેવા માટે તથા બીજું કામ કરવા માટે એક ત્રીજો પરિચારક રાખે છે, જેને એક નાડી જેટલું ધાન્ય આપવું. દર્દીઓને વખતસર યથાયોગ્ય દવા તથા પથ્ય વગેરે આપવા માટે (રસોઈનું કામ કદાચ એને માથે જ હશે) તથા તેની પરિચર્યા માટે બે સ્ત્રી પરિચારિકાઓ રાખી છે તેને હમેશાં ચાર નાડી જેટલું ધાન્ય આપવું. દર્દીઓનાં કપડાં ધોવા માટે એક ધોબી અને આતુરાલયમાં આવશ્યક માટીનાં વાસણ તૈયાર કરવા માટે એક કુંભાર રાખ. વળી એક કાર પાલક રાખો, જેને ચાર નાડી જેટલું ધાન્ય આપવું. દર્દીઓની પથારી માટે સાત કટ (ખાટલા ) અને રાત્રિએ દીવા માટે ૪૫ નાડી જેટલું તેલ દર વર્ષે આપવું.” ઉપરના લેખમાં આતુરાલય માટે ખાસ તૈયાર કરવા યોગ્ય છેડી દવાઓની તથા તે તે દવાઓ કેટલી તૈયાર કરવી તેની સૂચનાઓ પણ છે.' આ પછી ઈ. સ. ૧૨૬૨ને એક બીજો લેખ આ% દેશના મલકાપુરના શિલા સ્તંભ ઉપરથી મળે છે. એ લેખમાં કાતીય રાણી દ્વાસ્માના તથા તેના પિતા ગણપતિના ગુરુ વિશ્વેશ્વરની પ્રવૃત્તિઓનો ઉલ્લેખ છે. આ વિશ્વેશ્વર ગૌડદેશના દક્ષિણ રાઢાના વતની શૈવ આચાર્ય હતા અને તેમને કાકતીય ગણપતિ તથા દ્રમ્મા(ઈ. સ. ૧૨૬૧થી ૧૨૯૬ )એ કૃષ્ણ નદીની ૧. પૂનાના આઠમા નિ, ભાવૈદ્ય સંમેલન આગળ સ્વ. પં. ડી. ગોપાલાચાલુએ વાંચેલા “દક્ષિણ ભારતમાં આયુર્વેદ વિદ્યાને પ્રચાર” એ નામના નિબંધમાંથી ઉપરને ઉતારે કર્યો છે. એ નિબંધને અનુવાદ “આયુર્વેદ કવિજ્ઞાન, પુ. ૧ ના ૪ થી ૮ અંકમાં છપાયે છે.
SR No.032692
Book TitleAyurvedno Itihas
Original Sutra AuthorN/A
AuthorDurgashankar Kevalram Shastri
PublisherGujarat Vidya Sabha
Publication Year1966
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy