SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ. ૧ એકેને માટે એને નિર્ભયતા તે નથી જ. પાંચ લાખને બદલે આપણે પચીસ લાખ માંગીએ, અને જે એ આપવાની ના પાડે, અથવા આપવાને અસમર્થ હોય, તે જમીનદારી ખાલસા કરવી એ એનું પરિણામ તાબડતોબ આવી જાય.” આ બધું નિષ્ફળ ગયું. બીજે વર્ષે પણ પાંચ લાખ માગ્યા. તેજ પ્રમાણે ત્રીજે અને ચોથે વર્ષે અને તે ઉપરાંત લશ્કરનું અમુક ખરચ પણ માગ્યું. નાણું આપવાનું તેનાથી બની ન શક્યું માટે તેને ઠબકે દેવામાં આવ્યા, અને પછીથી કેદ કર્યો; અને જ્યારે એની રૈયતે કમ્પનીના પેરા ઉપર હુમલો કર્યો ત્યારે એનું આવી બન્યું. તે પિતાના રાજ્યમાંથી ભાગી ગયો. અંગ્રેજે એના ભાણેજ મહીપ નારાયણને ખંડણીમાં મોટો વધારો કરીને ગાદીએ બેસાડો, અને રાજ્યવ્યવસ્થા ગવર્નર જનરલનાં નીમેલા માણસની દેખરેખ નીચે ચાલવા માંડી. આ રાજ્યવ્યવસ્થા અંત્યત નિષ્ફળ નીવડી. વારનહેસ્ટિંગ્સ બળવંતસિંહ કે ચૈતસિંહ કરતાં ઓછો વ્યવસ્થાકુશલ હતો તે કારણથી નહિ, પણ મહેસુલમાં વધારે કરવાથી ખેતી નાશ પામેલી તેથી. હેસ્ટિંગ્સ જેને પહેલવહેલ દીવાન તરીકે નીમે હતા, તેને વખતસર ભરણું ન કરવાના કારણથી બરતરફ કર્યો. તેથી બીજે, એવા સ્પષ્ટ નિશ્ચય સાથે દાખલ થયો કે જે મહેસુલ આપવાનું ઠરાવવામાં આવ્યું છે તેટલી રકમ તે ગમે તેમ કરીને એકઠી કરવી જ. જમીનની આંકણી થઈ. અને અત્યંત સખ્તાઈથી ઉઘરાત થવા લાગી. જેથી રૈયત દુઃખમાં ડુબી ગઈ, અને ૧૭૮૪ માં એક ભયંકર દુષ્કાળે દેશને ઉજજડ કરી નાંખે. આ દુષ્કાળની અસર હેસ્ટિસે પોતાની નજરે જોઈ. રાજ્યસભાને ૧૭૮૪ ના એપ્રિલની ૨૭ તારીખે લખેલા પત્રમાં તે લખે છે કે “બકસારથી બનારસ સુધી બેદીલ રૈયતના બુમાર સાંભળી સાંભળીને હું થાકી ગયા. લાંબો વખત ચાલેલા દુષ્કાળનાં દુઃખોથી આ સામાન્ય બેદીલીમાં અનિવાર્ય વધારો થશે. પણ મને એમ ભય રહે છે કે આ બધી બદીલીનું મુખ્ય કારણુ અપ્રમા
SR No.032688
Book TitleBritish Hindusthanno Arthik Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUttamlal K Trivedi
PublisherHiralal Tribhovandas Parekh
Publication Year1909
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy