SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮ પ્રકરણ ૮ મું. દરેક ગામની પાછળ અમુક જમીન નિર્માણ કરેલી હોય છે, જેની વ્યવસ્થા તે ગામની વસતિને સોંપવામાં આવેલી છે. સીમાઓનાં નિશાન બહુ કાળજીથી ઉભાં કરેલાં હોય છે, અને બહુ સંભાળથી તેનું રક્ષણ થાય છે. તે હદમાં જુદાં જુદાં ખેતરો પાડેલાં હોય છે, અને તે ખેતરના શેઢાઓ પણ બરાબર જાણી શકાય છે. દરેક ખેતરને પોતાનું નામ હોય છે, અને તેમાં ખેતી ઘણા વરસથી ન થતી હોય તો પણ તે બીજાથી જુદું જ રાખવામાં આવે છે. ગામ વાસીઓ ઘણું કરીને તમામ જમીનના ખેડુતોજ હેય છે; અને તેમની જરૂરીયાત પુરી પાડવા તેમાં કેટલાક દુકાનદારો અને કારીગરે. પણ હોય છે. ગામને એક પાટીલ-નામનો મુખી હોય છે, તેને ચાગુલા એ નામનો એક મદદગાર હોય છે અને કુલકર્ણ એ નામનો એક કારકુન હેય છે. તે સિવાય બીજા બાર કામ કરવાવાળા હોય છે જેમને બારાબલોતી એ નામથી ઓળખવામાં આવે છે. ગામના જોશી ગોર, સુથાર, હજામ વગેરે પણ ગામના વહીવટ સાથે સંબંધ ધરાવનારા અધિકારી તે સોનાર અથવા પોટદાર છે જે તેની અને નાણુંને પારખનાર છે; અને મહાર જેને બીજાં કેટલાંક કામ સાથે ગામની ચોકી કરવાનું કામ કરવું પડે છે. આ બધામાં મૂલ કુટુંબના વિસ્તારના પ્રમાણમાં એક અથવા વધારે વ્યક્તિઓ હોય છે. હારની સંખ્યા ચાર અથવા પાંચ કરતાં ઓછી કવચિત્ હેાય છે, અને તેમના સિવાય જ્યાં રામોશીની સંખ્યા વધારે હોય છે ત્યાં તેમને પણ ચોકીના કામમાં સામેલ કરવામાં આવે છે, પણ તેઓને મહારનાં બીજાં કામ કરવાં પડતાં નથી. પાટીલ–એ ગામના સહુથી વધારે મહત્વના અધિકારી છે અને તેઓને વર્ગ તે દેશમાં પણ સહુથી વધારે અગત્યને વર્ગ છે. તેમને અધિકાર રાજયના (મોઘલ બાદશાહના ) ફરમાનની રૂઇએ મળેલ છે, તે અધિકારને અંગે તેમને અમુક જમીન અને કઇક રકમો મળે છે, તે સિવાય તેમને બીજાં નાનાં મોટાં હોય અને આબરૂ છે, જેને માટે તેઓ જમીનના જેટલાજ ચુસ્ત છે. તેમને અધિ
SR No.032688
Book TitleBritish Hindusthanno Arthik Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUttamlal K Trivedi
PublisherHiralal Tribhovandas Parekh
Publication Year1909
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy