SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ પ્રકરણ ૫ મું. સુતરનું વણનાર ઘણા હતા અને તેઓ ઘણું કરીને જાડું કાપડ ગામડાંએનાજ ઉપયોગનું કહાડતા. ૩૫૦૦ સાળો ઝીણું કામમાં કામ કરતી અને તેમાં ૫૦૬૦૦૦ નું કાપડ બનતું તેનો ચોખ્ખો નફો ૧૪૦૦૦ નો એટલે સાલદીઠ રૂ. ૪૩ થતા. જાડા કાપડની દસ હજાર સાળામાં રૂ. ૧૦૮૯૫૦૦ નું કાપડ તેને ખે નફે રૂ. ૩૨૪૦૦૦ એટલે સાલદીઠ વર્ષે રૂ. ૩૨-૮-૧, સેગંજી વણનારા મુખ્ય શહેરમાંજ મળી આવતા. શણનું જાડું કાપડ ઘણું પેદા થતું અને પૂર્વ તરફની ઘણી સ્ત્રીઓ પહેરવા સારૂ આ કાપડ વપરાશમાં લેતી. ધાબળા અને ઉનનું કાપડ જાડું હતું, પણ તે ગરીબ લોકોને વરસાદમાં અને શિયાળામાં બહુ કામ આવતું. સોની, સુથાર, કંસારા, લુવાર, રંગરેજ એ મુખ્ય ધંધાધારીઓ આ જીલ્લામાં હતા. ખાંડ બનાવવાવાળા નરમ પડી ગયા હતા. પાંચસે કુટુંબ મીઠું પકવતાં. ૩, પશ્ચિમ હિંદુસ્તાનમાંથી આવતું. ખાંડ દીનપુર અને પટનામાંથી આવતી. પૂણિયાના શરાફેની સાત પેઢી હતી. તેઓ હુંડાઓ આપતા અને લેતા. સોને રૂપનો મોટો જથો જે કાઈને જોઈતો હોય તો તે આ પેઢીઓમાંથી મળી શકતિ. જગતું શેઠની પેઢી લાખ રૂપિયા સુધીની એક હુડી શિકારતી. બીજી પેઢીઓ એથી અરધી રકમથી વધારેની હુંડી શીકારી શકે નહિ. જૂના કરકરી વગરના સિક્કા પણ કલકત્તાના કલદાર સિક્કા જેટલા વપરાતા. “ આવા અત્યંત ગરીબ મુલકમાં સોના નાણું ગરીબ લેકેને બહુ હેરાન કરે છે અને મારા નમ્ર અભિપ્રાય પ્રમાણે એકદમ બંધ કરવું જોઈએ. આ દેશમાં એક રૂપિયો પણ મોટી રકમ છે. સારે ભાગ્યે નું તદન અદશ્ય થઈ ગયું છે અને હવે ફરીથી તેને બજારમાં ચલણી નાણા તરીકે આવવા દેવું જોઈએ નહિ. આ જીલ્લાના મોટા ભાગમાં રૂપાનું અને કેડીનું ચલણ છે પશ્ચિમ તરફ પૈસા-એક રૂપિયાને રાઠમે ભાગ- તેનું શહેળું ચલણ છે પણ
SR No.032688
Book TitleBritish Hindusthanno Arthik Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUttamlal K Trivedi
PublisherHiralal Tribhovandas Parekh
Publication Year1909
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy