SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ પ્રકરણ ૫ મું. માં અને શેલડી ૮૦૦૦ એકરમાં વવાતી. પ૦૦ માં તંબાકુ અને ૨૦૦ માં પાનનું વાવેતર થતું. રંગને માટે ગળી અને કસુંબાનાં વાવેતર થતાં. ગળીમાં પ૦૦૦ એકર કાયલા અને ગળી પકવવાની રીત અત્યારે બંગાળામાં જે ચાલે છે તેજ હતી. દરેક ખેડુતને પિતાના કટકાના એક ભાગમાં ગળી વાવવાની યુરોપિયન બગીચાવાળા ફરજ પાડતા. મહા નદીના કિનારાથી એક માઈલની અંદર આંબા, વડ અને પીપળાની ઉમદા ઝાડીઓની વચ્ચે રેશમના કીડાને માટે મલબેરીનાં વાવેતર થતાં. કમ્પનીના વેપારી આરતીયા કેશેટાને માટે અગાઉથી નાણાં આપતા. પીતની ખેતી સાધારણ હતી, તોપણ જેટલી જોઈએ તેટલી સાધારણ નહિ. તળાની સંખ્યા પણ આ જીલ્લામાં મોટી હતી. ઘણાઓમાં પાણીનાં વેણુ હતાં તેથી પાણીનો જથ્થો હમેશાં પૂરત રહે. જ્યારે જ્યારે વરસાદની તંગી હોય ત્યારે આ તળાવનું સરણ લેવાતું. આ છલામાં ૪૮૦૦૦૦ ચાર લાખ એંસી હજાર હળ હતાં એટલે ૯૬૦૦૦૦ બળદ અને ગાય થઈ ચૂકી અને તે ઉપરાંત ૩૩૬ ૦૦૦ બીજી ગાયો પણ હતી. ૨૬૧ ચોરસ માઈલ જેટલી ચોમાસામાં બોળાણ જતી જમીન ગોચરને માટે હતી. આ જમીનમાં શિયાળામાં જાડું ઘાસ થતું. તે સિવાય ૨૨૧ માઈલનું જંગલ, ૩૦૦ માઈલનો ખરાબો અને ૬૫૦ માઈલ જેટલી જમીન વખતે ખેડાય વખતે ન ખેડાય. પાંચમાંથી ચોથા ભાગની તે હમેશાં પડતરજ રહે. આ બધી વ્યાવહારિક રીતે ગેચરની જમીન હતી. ગોચરને માટે કાંઈ પણ સાથ લેવામાં આવતી નહિ, તેમ જ્યાં મંલ ન હોય તેવા કઈ પણ કટકામાં જતાં અટકાવાતી ન હતી. કેટલાક ખેડુતો પાસે ૫૫ એકર સુધી જમીન હતી. પણ તેમની ખેતી બહુ કહેવાતી. ૧૫ થી ૨૦ એકર વાળા સુખી સ્થિતિમાં રહેતા અને ખેડુતોના ઝાઝા ભાગની ૫ થી ૧૦ એકર
SR No.032688
Book TitleBritish Hindusthanno Arthik Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUttamlal K Trivedi
PublisherHiralal Tribhovandas Parekh
Publication Year1909
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy