SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ. તે એલફિન્સ્ટન અને બેન્કિનો યુગ. આમનાં નામે, મોટા લશ્કરી સરદારે અને વિજેતાઓના કરતાં, વધારે ઉપકારવૃત્તિથી હજી સુધી સંભારાય છે. સને ૧૮૩૬ માં લઈ એકલન્ડના આવાગમનથી અને રહામે વર્ષે મહારાણી વિકટોરિયાના રાજ્યારોહણથી આ યુગને અંત આવ્યો. ૧. લાઈવ અને વૈરન હેસ્ટિંગ્સને સમય. સને ૧૭૮૫ સુધી. ઇસ્ટ ઇન્ડિયા કમ્પની સને ૧૬૦૦ માં ૭૦,૦૦૦ પાઉંડની મુડીથી સ્થપાઇ. ૧૬ ૩૯ માં આ કમ્પનીએ મદ્રાસમાં સેન્ટ જેજેનો કિલ્લે બાંધ્યો. ૧૬૮૭ માં ચાન્સ બીજા પાસેથી મુંબાઈને ટાપુ ખરીદ કર્યો અને પોતાનાં કારખાનાં ત્યાં લઈ ગઈ. સને ૧૭૦૦માં કલકત્તાને બંગાળાનું મુખ્ય મથન બનાવ્યું. આ વખતે મદ્રાસની દક્ષિણે પંડિૉંરિમાં અને કલકત્તાની ઉત્તરે ચન્દ્રનગરમાં કેનાં સંસ્થાન હતાં. સને ૧૭૪૪ થી ૧૭૬૩ સુધી ફ્રેડરિક ધિ ગ્રેટનાં યુધ્ધને પરિણામે ઈગ્લેંડ અને ફ્રાન્સ, યુરોપ એશિયા અને અમેરિકામાં સામસામે આવી ગયાં હતાં. અંગ્રેજ અને ફ્રેન્ચ કમ્પનીઓના નોકરોએ હિંદુસ્તાનમાં પણ તેજ વિગ્રહ ઉપાડી લીધો. હિંદી રાજાઓ સાથે સંધિઓ કર્યા, એકમેકનાં વ્યાપારી સંસ્થાને ઉપર ઘેરો ઘાલ્યા, અને પશ્ચિમમાં જે કડવાશથી તેઓ લડતા હતા તેજ કડવાશ અહીં પણ ચલાવી. આ અરસામાં અંગ્રેજ અને ફ્રેન્ચ વચ્ચે ત્રણ મોટી લડાઈઓ થઈ, જે કર્ણાટકના વિગ્રહો એ નામથી ઈતિહાસમાં ઓળખાય છે. કર્ણાટક, પહેલા કર્ણાટક વિગ્રહમાં કેન્યનો જય થશે. તેમણે અંગ્રેજ પાસેથી મદ્રાસ લીધું, અને તે શહેર પાછું જીતી લેવા આવેલા કર્ણાટકના નવાબના
SR No.032688
Book TitleBritish Hindusthanno Arthik Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUttamlal K Trivedi
PublisherHiralal Tribhovandas Parekh
Publication Year1909
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy