SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ. ૧૦૩ લૈ પિગટે બેનિફલ્ડને દાવો સભા આગળ રજુ કર્યો. બેફિ... કંઈ પણ પુરાવા રજુ કરી શક્યો નહિ, પણ તેણે જાહેર કર્યું કે નવાબ મારો દાવો કબૂલ કરશે. સભાએ વધુ મતે ઠરાવ કર્યો કે આશાનીઓ ઉપરના દાવા બેન્ફિલ્ડ પુરવાર કરી શક્યો નથી; અને નવાબે તે જાઊરની મહેસુલ માંડી આપ્યાની વાત મંજૂર રાખી શકાય તેવી નથી. આથી કાંઈ બેન્ફિલ્ડને સંતોષ થયો નહિ. તેને મિત્રો ઘણું હતા અને સાધનની પણ કંઈ ખોટ ન હતી. તેને દાવ ફરીથી સભા સન્મુખ આવ્ય, અને આ વખતે તે મંજૂર થયો. ઑર્ડ પિગટે રસલને તંજાઊરના રેસિડન્ટની જગા ઉપર મોકલવાની દરખાસ્ત મુકી પણ તે સભાના વધુ મતે સ્વીકારી નહિ. કર્નલ ટુઅર્ટ જેની સાથે લેણદારોને સ્વાર્થ સધાય તેવી રીતે તંજાઊરનો કારભાર ચલાવવાની સમજુત થઈ હતી, તેને તંજારના રેસિડન્ટ તરીકે પસંદ કરવામાં આવ્યો. લૉર્ડ પિગટ સભાના મોટા ભાગની સામે છે. અને ૧૭૭૬ ના ઓગસ્ટની ૨૪ મી તારીખે કર્નલ ટુઅર્ટ લૉર્ડ પિટને પકડો અને આ બાબતને હેવાલ આપતાં તેંડ પિગટ લખે છે કે “ કર્નલ ટુઅર્ટ મારી સાથે જમ્યા અને જમ્યા પછી કમ્પનીના બગીચામાં મેં તેને વાળું માટે આમંત્રણ આપ્યું. રાતના સાત અને આઠની વચ્ચે હું કિલ્લામાંથી કર્નલ ટુઅર્ટની સાથે ગાડીમાં ફરવા નીકળે. ટાપુ ઉપર બે પુલની વચ્ચે મેં લેફટનંટ કર્નલ અડિંટન-એજુટન્ટ જનરલને દક્ષિણ દિશા તરફથી આડે રસ્તે અમારી તરફ આવતાં જોયે. એ અમારી સાથે વાત કરવા માંગે છે, એમ સમજીને મેં રેન તાણી ઝાલી, અને જ્યારે એડિંટન ગાડી પાસે આવ્યું ત્યારે તેણે નાગી તલવાર હવામાં ફરકાવી અને સિપાઈ” એવી બૂમ મારી. આ ઉપરથી ઝાડ પાછળથી સીપાઈઓની એક ટુકડી આગળ આવી. અને તે બાજુ તરફથી એક પિસ્તોલ હાથમાં લઈને કેપ્ટન લાઇસેંટ મારી
SR No.032688
Book TitleBritish Hindusthanno Arthik Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUttamlal K Trivedi
PublisherHiralal Tribhovandas Parekh
Publication Year1909
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy