SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ જામનગરને ઇતિહાસ. (પંચમ કળા) તેલના કુડલા લાવી હાજર કર્યા. બાવે તેલ નાખી તપાવ્યું તેમાં રામચાળીનું દૂધ તથા અમરવેલનો રસ નાખી મેંદને કહ્યું કે બચા અસ્નાન કર આવ.” મેંદ કહે કે અસ્નાન કેમ કરાય (મંદ જગલમાં રહેતો હોવાથી બાવાની ભાષામાં સમજ્યો નહિ, તેથી બાવે સમજાવ્યું કે નદીમાં જઈ નાહી આંહી જલદી આવ તે સાંભળી મેંદા નદીમાં નવા ગયા, નાતા નાતા મેં પોતાની ઇષ્ટ દેવીને સંભારી હે જોગમાયા હે નવલાખ લેબડીઆળી ગંગા જમના, ગોદાવરી, સરસ્વતિ, હરહર મહાદેવ વિગેરે બેલી નહાવા લાગ્યો. શુદ્ધ હૃદયને ભેળે રેવાસી ચારણ દેવીયાને સંભારી નહાવા લાગ્યો ત્યાં તે નવ લક્ષ ચંડીઓએ હાજર થઇ દર્શન દઈ ચેતવણી આપી કે “બાપ એ યોગી તારે પરસે બનાવા માગે છે, તને એ તેલની ફણગતી ઉળકતી કડાને સાત પ્રદીક્ષણ દેવરાવી તેમાં નાખી દેશે માટે તારે તેને કહેવું કે તમે પ્રદીક્ષણે ફરે હું તમારી પાછળ ફરીશ એટલે બા પ્રદીક્ષણ કરશે અને તું તેની પાછળ કરજે સાત આંટા પુરા થયે તું બાવાને ઉપાડી કડામાં નાખી દેજે, તેથી તે બાવાનો પરસો* થશે કેમકે તે પણ બત્રીસો છે. મેંદ કહે માતાજી તે ભાવે ઘણેજ મજબુત અને કરામત વાળો છે તેથી તેને હ કેમ પહોંચીશ? ચંડી કહે તું અમને સંભારજે અમો સહુ તારી ભેળે (સહાય) છીયે. મેંદ નાહીને આવતાં રામગીરજીએ કહ્યું કે બચા તુમ એ કડા સાત પ્રદક્ષિણ કરો? મેંદ કહે મને તે સમજાતું નથી કેમ કરવું તમે કરે તેમ હું કરું બાવે જાણ્યું કે આ જંગલમાં રહેનાર જગલી છે, અસ્નાનામાં ન્હોતો સમજતો તેમ આમાં પણ છે, માટે હું આગળ ફરૂં એટલે તે મારી પાછળ ફરસે અને સાત આંટે ઉપાડી કડામાં નાખી દઇશ તેથી બાવો આગળ અને મેંદ પાછળ ફરવા લાગ્યો, સાત આંટા થતાં મેં બાવાને ઉપાધ્યો બાવે તેને ઉપાડ્યો અરસ પરસ ખુબ બાથમબાથા થતાં મેં નવલક્ષ દેવીયોને સંભારી, સંભારતાં મેંદમાં તાકાત આવી અને બાવાના અને હાથ પોતાની કમરેથી છોડાવી બાવાને ઉપાડી કડામાં નાખી દીધો, બા એ કણકણતા તેલમાં પડતાં બે કે, “હુમેરા શીર મત કટના” મેંદે થોડીવારે જોયું તે ખાવાના આકારનું સવા હાથનું સેનાનું પુતળું કડામાં દેખાવા લાગ્યું. એ પરસાને ઘેર લઈ જઈ મેંદે પોતાના મોટા ભાઇ માવલને આપ્યું. માવલ પરસાને ચમત્કાર જાણતો હેવાથી તેના મસ્તક સીવાયના અગે કાપી તેના દ્રવ્યમાંથી નીંગાળનેહ આગળ એક “નીંગાળસાગર” નામનું તળાવ બંધાવ્યું. માવલને એકતા હંમેશાં જામ લાખફલાણુથી લાખ કેરી મળતી, અને વળી પરસે મળે તેથી તેની સમૃદ્ધિને પાર રહ્યો નહિ. પરસો એટલે સવા હાથનું માણસના આકારનું સોનાનું પુત્તળું, એ પુતળાને પટારામાં રાખી માથે વસ્ત્ર ઓઢાડી પ્રભાતના પહોરમાં તેને હાથ અથવા પગ ગમે તે એક અંગ કાપે તે બીજેદી સવારે પાછું હતું તેવું જ થાય, માથું કાપ્યા પછી એ પરસાને નાશ થાય છે.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy