SearchBrowseAboutContactDonate
Page Preview
Page 805
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીયદુવંશપ્રકાશ [વતિયખંડ ઝંડુભટ્ટજી જામ રણમલજીના સમયમાં પોતાના પિતાશ્રી સાથે બંગલે જતા આવતા. રણમલ જામના છેલ્લા મંદવાડ વખતે વિભાજામે પિતાના પિતાની માંદગી વિષે વૈદ્યો વગેરે બીજાને ખરા ખબર પુછેલા. પણ કોઈ તેમને ખરૂં કહેતું નહિં. પરંતુ રણમલજામના મરણ પહેલાં બે ત્રણ દિવસે ઝંડુ ભટ્ટજીએ વિભાજામને તેમના બાપુની સ્થિતીના ખરા ખબર કહ્યા. અને તેમના કહ્યા પ્રમાણેજ બનવાથી જામથી વિભાજને ઝંડુ ભટ્ટજી ઉપર વિશ્વાસ બેઠે, તે છેવટ સુધી નભી રહ્યો હતો, એક વખત શ્રાવણ માસની સાતમ આઠમની સ્વારી ચડવાને વખતે જામશ્રી વિભાજીને તાવ આવતો હતો. તેથી તેમણે દરેક વૈદ્યોની તાવ ઉતારવા માટે સલાહ લીધી. પણ સ્વારીમાં કલાકોના કલાકે હાથી ઉપર બેસી શકે તેવી સ્થિતિમાં લાવી, તાવ ઉતારવા કેઇની હિંમત ચાલી નહિં. છેવટે ઝંડુભટ્ટજીને વિભાજામે પુછયું કે “ તમે હજારોની ઔષધિઓ બંગલે તૈયાર કરી છે. તેમાંથી કોઇ આ વખતે ઉપયોગી નહિં થાય? “ત્યારે ભટ્ટજી સહુ વૈદ્યો સામું જોઈ એ વૈદ્યો પ્રત્યે બોલ્યા કે “જુઓ! ભાઈ મહારાજાએ ઔષધાલય કરેલું છે. તેમાં રત્નગીરિ રસ છે તે આ તાવ ઉતારવા માટે ઉત્તમ છે. પણ તે નવિન ઔષધ છે, અને હું પણ ન વૈધ છું માટે આપ સંમતિ આપે તો એ ઔષધ ચમત્કાર દેખાડશે એમ મને ખાત્રી છે. ભજીએ આમ કહ્યું ત્યારે જામસાહેબે રત્નગીરિ રસ લઈ આવવા, હીરજી ગાંગાણી સાથે ભદજીને હાથી ઉપર બેસારી મોકલ્યા. એ રનગીરિ રસ લીધા પછી, થોડી વારમાં વિભાજામને તાવ ઉતરી ગયો. તેથી પોતે બહુ ખુશી થયા અને સ્વારીમાં પધાર્યા હતા ભટજીનું નિદાન અને આરામ કર્યાના દાખલા – '' પ્રેમજી ભટ્ટની પુત્રી કીલીહેનને પગમાં ગોઠણ ઉપર બહુજ દુખાવો થવા લાગ્યો તે ઉપરથી બીજાઓના કહેવાથી “હા” હશે એમ ધારીને તેલ ચોળવાનો ઉપાય કર્યો. પણ તેથી દરદ ઉલટું વધ્યું. પછી ભદજીને બતાવતાં, તેમણે તરતજ કહ્યું કે “બા” નથી પણ અંદર સોજો છે અને પરૂ થાય છે. માટે તેલ ન ચોળતાં, દેષM લેપ શેર અરધે વટાવીને ઉપર બાંધે. પછી તે બાંધવાથી થોડા વખતમાં એક જગ્યાએ મોટું થયું અને તેમાંથી ઘણું પરૂ નિકળ્યું. પછી તે ઘારામાં જાત્યાતિ ધૃત ભરવા માંડયું. તેથી બે ત્રણ મહીને સાવ આરામ થઈ ગયે. જેમ ભદુછ વાગે છે કે “ઘણુ એ તરત પારખતા તેમજ ત્રણમાં પરૂ થયું છે કે નહિં તેની પરીક્ષા પણ બહુ સારી કરી શકતા. જેના દાખલા નીચે મુજબ છે – એક વણીઓ, પિતાની સ્ત્રીને પેડુમાં ગાંઠ છે તથા તાવ આવે છે. એમ કહી ભટ્ટજીને પિતાને ઘેર જેવા તેડી ગયો. ભટ્ટજીએ દરદીની નાડી જોઈ તેને તાવ હતો. પછી પેડુની ગાંઠ જેવા પેડુ ઉપર હાથ મુકવા, જેવો ભટજીએ હાથ લાંબો કર્યો કે તે વાણીયાણું બાઈની આંખમાં દુ:ખની બીકે આંસુ આવી ગયાં. એ જોઈ ભટ્ટજીએ હાથ અધરથી જ પાછો ખેંચી લીધો. અને દુકાનેથી દેષિદ્ધ લેપ લાવવાની ચીઠ્ઠી લખી આપી, બહાર નિકળ્યા પછી, સાથે
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy