SearchBrowseAboutContactDonate
Page Preview
Page 779
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીયદુવંશપ્રકાશ. [વતીય ખંડ સમાધિ લેતા તેઓના સમાધિ સ્થાને દહેરાંની બાજુમાં છે. દર વર્ષે શ્રાવણ વદ ૮ ને ત્યાં મેળો ભરાય છે. અને આસપાસના લેકે માનતાથે પણ ઘણું આવે છે. | સુરાપુરા-કાળાવડથી પશ્ચિમે બે ત્રણ માઈલના આસરે બ્રહ્મક્ષત્રીમાના આસરા ઓડકના ત્યાં સુરાપુરા દેવ છે. જેને તે લકે ભાભા' કહે છે. એ વીર પુરુષનું નામ જેઠે ભાભે હતું. તેઓ તલવાર બાંધતા, તેથી કાલાવડની આજુબાજુ રહેનારા ગિરાશીઆઓ કહેતા કે “આ ખત્રી શું તલવાર બાંધી જાણે એક સમયે જેઠાભાભો પિતાના પુત્રના લગ્ન પ્રસંગે દીકરીને તેડવા ખંઢેરા રસ્તે જતા હતા. તે વખતે કેટલાએક ગીરાશીઓએ તલવાર બાબત ઉપર પ્રમાણે મેણું માર્યું. તે સાંભળી જેઠાભાભાએ કહ્યું કે “ભાઈ બાંધે તેની તલવાર નહિ, પણ મારે તેની તલવાર” એ જવાબથી તે ગીરાશીયાએ ઉશ્કેરાયા અને લડાઈની માગણી કરી. જેઠાભાભાએ તે કબુલી, પરંતુ દીકરીને તેડવા જઉં છું, તે અમુક દહાડે હું વળતાં અહિં આવીશ ત્યારે તમે હાજર રહેજો થોડે દહાડે તે દિકરી સાથે પાછો વળતાં પિતાની દીકરીને હરિપર નામના ગામની ધાર: ઉપરથી કાલાવડ બતાવી તેને કાલાવડ પહોંચી જવા કહ્યું અને પોતે ત્યાં રોકાઈ રહેવા વિષે સઘળી વાત જણાવી. તેથી તે વીર પુરૂષની વીર કન્યાએ આપેલું વચન પાળવા જવાની પિતાને રજા આપી પોતે કાલાવડ ગયા. જેઠાભાભો આજે અવશ્ય આવશે તેવું માની, બાર રજપૂતો અસ્ત્ર શસ્ત્રથી સજજ થઈ લડવા ચડી આવ્યા. કાળાવડ અને હરિપર વચ્ચે તેઓનો ભેટો થતાં, જેઠાભાભાએ અકકને પિતાના સામે લડવા આવવાનું જણાવી, લડાઈ શરૂ કરી. તે લડાઈમાં એક પછી એક એમ સાત પુરુષોને કાપી નાખ્યા. ત્યારે બાકીના પાંચ ઘાયું કે “આવી રીતે લડવામાં તે આપણે પાંચેય જણાં, કામ આવી જઇશું, તેથી તેઓએ ધર્મ યુદ્ધ નહિં કરતાં, પાંચેયે એકી સાથે તેમના ઉપર ધસારો કર્યો. તે દારૂણુ યુદ્ધમાં તેઓમાંના બે જણાને કાપી નાખી જેઠાભાભો ત્યાં કામ આવ્યા. હાલ તે રણ સ્થળે જેઠાભાભાની ખાંભી (પાળી) ઓટા ઉપર છે. આસરા એકના બ્રહ્મક્ષત્રીઓ ત્યાં વર્ષમાં અનેક વખત માનતાએ આવે છે. જંગલમાં જાનવરો ચારતા રબારી ભરવાડ કે અકસ્માત પ્રસંગે જાનવરોને ચરતાં મેલી, ગામમાં જાય અથવા તો ત્યાં કેાઈ સુઈ જાય તે વખતે પોતાના જાનવરો કેઇના ખેતરમાં ન જાય તો એક શ્રીફળ જેઠાભાભાને વધેરવાની માનતાઓ લે છે. અને તેમની શ્રદ્ધા પ્રમાણે તેઓ નિર્ભય પણે જંગલમાં જાનવરોને રેઢાં મેલી જાય છે. કોઈ ભરવાડ રબારી, જ્યારે પિતાની વિના) યજ્ઞ કરાવ્યો, તેથી ભાણદાસ પંડયાએ ભાભાદને દક્ષિણમાં પિતાની પુત્રી આપી. તે કન્યાથી ભાભાદવેને યાદત નામનો પુત્ર થયો. એ વાતની ખબર કાલાવડના નંદવાણું ગૃહસ્થ દેવજી વેલજીના વડીલેને થતાં, તેણે ભાભાદને સન્માનથી તેડાવી, પિતાના કુટુંબની ગેાર પદવિ આપી કાળાવડમાં રાખ્યા. ત્યારથી તે દવે કુટુંબ કાળાવડમાં રહે છે એ પવિત્ર અને વિદ્વાન વિપ્ર કુળમાં જટાશંકર સમર્થ જયોતિષી અને લક્ષ્મીશંકર શાસ્ત્રી અને ભવાનિશંકર પુરાણી છે. તે કુટુંબમાં ઘણા વિદ્વાને થતા આવ્યા છે. તેમજ કેટલાએકે સન્યસ્ત દિક્ષાઓ પણ લીધેલી છે. જેથી જટાશંકર થોડા વખત પહેલા ગુજરી ગયા છે.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy