SearchBrowseAboutContactDonate
Page Preview
Page 772
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩જુ]. જામનગરનું જવાહર આ માંજરીયા કુટુંબમાં કાળાવડની ગાદિ લગભગ પાંચેક સૈકા ચાલી ત્યાર પછી છેલ્લા દેવાયત માંજરીયા પાસેથી જામશ્રી રાવળએ કાળાવડ જીતી લીધું તે હકિકત પ્રથમ ખંડમાં આવી ગઈ છે. આ ગામને ફરતો કિલ્લે જામશ્રી રણમલજી બીજાએ બંધાવે શરૂ કરેલ તે જામશ્રી વિભાજી (બીજાએ વિ. સં. ૧૯૧૪માં પુરે કરાવ્યો. તે કિલા વિષે દુહો છે કે – दश कोठा छ बारीओ, बे दरवाजा जोय ॥ पादर मोटी शितळा, ते कालावड होय ॥१॥ કિલાને દસ કોઠા છે, બે દરવાજા ( નગરનો અને મુળીલાનો ) છે. છે બારીઓ (ખત્રીની, રાની, ખાટકીની, પંડીયાની. કુંભારની, અને સુરજ બારી) છે. કાળાવડ એ શિતળાનું કાળાવડના નામથી હિંદુસ્થાનમાં પ્રસિદ્ધ છે. વિક્રમના અઢારના સૈકામાં તે કાલાવડ શિતળાનું મટી નટનુ કાળાવડ કહેવાત, પણ માતાજીએ તેમ થવા નહિં દેતાં પિતાનું નામ કાયમ રાખ્યું. તે ઘટના નીચે પ્રમાણે બની હતી. જામશ્રી રણમલજી (બીજા) પાસે નટ વિદ્યામાં મહા કુશળ એક નટ કુટુંબે આવી માગણી કરી કે “અમો અકાશ માર્ગો ઉડી ઘારેલેજ સ્થળે ઉતરી શકીએ તેવા ગગન વિહારી છીએ” જામીએ તે રમત જોવા ઈચ્છા બતાવતાં નટોએ એવી શરત કરી કે “જે ગામે અમો ઉડીને ઉતરીએ, તે ગામ અને બક્ષિસ આપવું” જામશ્રીએ તે વાત કબુલ કરતાં, નટો અનુકુળ દિવસે લાખોટા કેડાના ઊંચા મકાનની ટોચ પરથી ઉડો. તેમાં ત્રણ પુરષો (નટો) પોતાના બાહુ પર મોટી ગેંડાની ઢાલે બાંધી તેના પર જાડી પછેડીઓના હવા ભરાય તેવા ગબરાઓ બનાવી જામશ્રીની મહોરછાપ વાળી ચીઠ્ઠીઓ (આ લેકે જે ગામ ઉડતાં ઉતરે તે ગામ તેને બક્ષિસ આપેલ છે. તેમ ત્યાંના પટેલે જાણવું તેવી મતલબની કસું બાંધી, અકાશ માર્ગો ઉડયા હતા. તે જોવા જામશ્રી કાઠા ઉપર કચેરી ભરી બીરાજ્યા, અને ઉડનારાઓની તપાસ રાખવા પાછળ ઘેડેસ્વારોને દેડાવ્યા. હજારેની માનવ મેદનીની દષ્ટિ મર્યાદાથી તે ત્રણેય યુવાને આકાશ માર્ગે અદ્રશ્ય થયા. તેમને એક નટ જે ઉડવામાં ઘણો કુશળ હતો તે કાળાવડ ઉતરવાનું મનમાં ઘારી ગગન વિહાર કરવા લાગે, બીજો નટ જામ-ખંભાળીયા ઉતરવાનું મનમાં ઘારી ઉડો, ત્યારે ત્રીજે નટ જામનગરથી માત્ર ચાર માઈલ ઉપર આવેલાં ઠેબા ગામે સહીસલામત ઉતર્યો. તેણે ગામના પટેલને ચિઠ્ઠી આપી તેટલાંમાં જામનગરથી સ્વારે પણ આવી પહેઓ અને શરત મુજબ તે ગામ તેને બક્ષિસ મળતાં, હાલ પણ તે ગામ “નટના ઠેબા એ નામથી પ્રસિદ્ધ છે, ખંભાળીયા જનાર નટની જામનગરથી દસ બાર ગાઉની મજલ કાપતાં એક બાહુની બનાવટી પાંખ તુટી પડી. તેથી * લગભગ એક વર્ષ પહેલાં જ (હાલ જેમ એરોપ્લેન ઉડે છે તેમ) તે નટે જાતે સ્વદેશી સાધતોથી આકાશ માગે ૩૦ માઈલ ઉડી શક્યા. તે ઉપરના દાખલાથી મોજુદ છે તે લોકોને જો યોગ્ય ઉત્તેજન હોય તો તે અંગકસરતના ઉડતા ખેલાડીઓને તે વિદ્યા વારસામાંજ મળતી હોવાથી કોઈ અજબ કામ કરી બતાવે તે નિઃશંસય છે.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy