SearchBrowseAboutContactDonate
Page Preview
Page 763
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીયદુવંશપ્રકાશ વતીયખંડ ગોળીથી માથામાં ભારે જખમી થયા, પણ તેઓ સાહેબ તથા તેમની સાથેના કાઠીઆવાડના પિલીટીકલ એજન્ટ કર્નલ ડબલ્યુ. ડબલ્યુ અન્ડરસન સાહેબે, મહારાણી સાહેબના મુંબઈ ખાતાના પહેલા ભાલાવાળા રસાલાના કેપ્ટન એચ. ડબલ્યુ. હેરીસ સાહેબ એટલાજ અમલદારે બ્રીટીશ સરકારના આ વખત હાજર હતા. તેઓ આ નામાંક્તિ લડાઈની ગુવા દેવા સુખરૂપ બચ્યા છે. સદરહુ ટોળીમાં ૨૬ બદમાસ હતા તેમાંથી અંધારાને લઈ ફકત છે આસામી ભાગી બચ્યા, અને તેમને મુખી દે માણેક બીજા લેકે સાથે માર્યો ગયો. બ્રિટીશ સરકારની ફજિ પકી નીચે લખેલા આસામીઓનું માન ભરેલું મૃત્યુ થયું. સ્વાર સખારામ મેરે ચોથી ૯૫ પહેલો રસાલ, સ્વાર નારાયણ ખડે ત્રીજી ૮ ૫ પહેલે રસાલે, સ્વાર માહમદ ઉસમાન ત્રીજી ૫ પહેલે રસાલે સ્વાર રઘુબરસિંહ. ત્રીજી ટપ પહેલો રસાલે, સિપાઈ સાહેબદીન ભાઈલીયા પાંચમી ટ૫, ૧૭મી કાળી પલટનના સિપાઈ બહાદૂર જમાદાર શિયદ અલવીને હુકમ નીચેની ફીલ્ડર (તાલુકદારી) સીરબંદી પૈકી નીચે લખ્યા લોકો માર્યા ગયા :- દફેદાર ગંગાસિગ માનગર, નાયક મદતખાન. સિપાઈ સરખાન, સિપાઈ મહેરામબક્ષ, સિપાઈ હામદ જામસાહેબની સિરબંદીને, પરમેશ્વર મહિમા આપે– ઉપરની લડાઈના ઘણું કાવ્યો અને દુહાઓ છે, જેમાં નીચેને દુહો પ્રસિદ્ધ છે. दुहा-नारीयु नित रंडाय, नरने रंडापो नहिं । (ur) aો કાળો , મારા ગાતાં ગુરુવે ? રાસડાઓમાં—“ઓખેજા વાઘેર કોડીનાર લુંટીને જાય” “દેવુભાચે મુળમાણેકને ન છડીયાં તલવાર” વગેરે રાસડાઓ જ્યારે રાવણહથ્થામાં હાલારના જોગીડાઓ ગાય છે. ત્યારે એ વાઘેરના યુદ્ધને તમામ ઇતિહાસ સાંભળનાર સમક્ષ મુતમાન ખડે થાય છે. આજે એ લડાઈને ૬૬ વર્ષ થવા આવ્યાં છે, તે પણ માછરડાની આસપાસના લેકે એ વીરગાથાને પ્રેમ પુર્વક ગાઈ રહ્યા છે. હું જ્યારે (ઈતિહાસ કર્તા) એ સ્થળ જોવા ગયો ત્યારે માછરડાના ચેરામાં એક વૃદ્ધ ક્ષત્રિય પુત્રે મને ઉપરની સર્વ હકિકત કહી સંભળાવી હતી. તે લડાઇ વખતે તેઓની ઉંમર પંદર વર્ષની હતી તેમ તેઓ કહેતા હતા. એ સ્થળ જેવા ઘણાં યુરોપિઅન મીમાને જામનગર આવે ત્યારે ત્યાં આવે છે, ઉપરની લડાઇ પ્રસંગે સાદરના જાડેજાથી જાલમસિંહજી સાહેબે અદભુત પરાક્રમ બતાવ્યું હતું તેટલું જ નહિં, પરંતુ જ્યારે એ વાઘેરો પ્રથમ બરડા ડુંગરમાં હતા ત્યારે તેઓશ્રીને ત્યાં તેમને ભેટ થતાં વાઘેરોને ખુબ હંફાવ્યા હતા. એ પ્રસંગનું તેઓશ્રીના વીરરસનું એક કાવ્ય છે તે સાદરની હકીકતમાં તેઓ નામદારશ્રીના સંબંધનું હોઈ, તેમાં આપેલું છે. એ વાઘેરેના વંશજો હાલ ઓખામંડળમાં છે. તેનાં મુળ પુરૂષ માણેક નામે રજપૂત હતો, જેથી તેઓની ઓડખ “માણેક ઠરી. પાછળિથી કઈ પુરૂષ મુસલમાની ઘર્મ સ્વીકારતાં તેઓ મુસલમાન થયા. . સડોદર– આ ગામ લાલપર તાલુકાના સરકલનું છે. (૭) જામશ્રી રાયસિંહજીના નાના કુમારશ્રી ફલજીભાને ભાણવડ પરગણું મળ્યું, તે એનું (કુલા વંશનું) એ ગામ છે. સાદર ગામ એક ઉંચી ટેકરી ઉપર છે. ત્યાં પ્રાચિન દરબારગઢ અને કિલે છે, આ
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy