SearchBrowseAboutContactDonate
Page Preview
Page 760
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩જી] જામનગરનું જવાહીર. પણ માગી તેમજ ગામના લેાકેાએ પણ ચેામાસામાં નદિના પાણીનું પુર ગામને નુકશાન કરે તે હેતુથી નહેર ત્યાંજ રાખવા ભાદાસ પંડયાને વિનંતી કરી, તેથી તે નહેર ગામના દરવાજાં સુધી રાખી જે હાલ માજીદ છે. બાલાચડી—એ જોડીયા તાલુકાના સરકલનું ગામ છે. જામનગરથી મોત્ર ૧૪ માઈલ દુર છે. ત્યાંસુધી પાકી સડક અને ટેલીફાન છે. રાજ્ય તરફથી ત્યાં વિશાળ બગલાએ અને અગીચા છે. અરબી સમુદ્ર તે અંગલાની દિવાલ સાથે અથડાય છે. ત્યાંના જેવી ઠંડી હવા કાપણું અંદરની નથી. જેથી જામશ્રી ગીષ્મ ઋતુમાં કાયમ ત્યાંજ બીરાજે છે. કહેવાય છે કે પ્રાચિન કાળમાં અહિં દ્વારકાના યાદવેાનાં બાળક દટાતાં (તેમજ દહન ક્રિયા થતી) તેથી તેનું નામ બાળા-ખડી (બાળકાની મશાણુ ખડી) પડયું. તેનું અપભ્રંસ થતાં બાલાચડી કહેવાયું એ ગામે ક્રૂરતા નાના નાના ડુંગરાઓ છે. હજારેક વર્ષથી દરીએ ધીમે ધીમે દક્ષિ તરફ ધસી આવે છે. પૂર્વે અહિં દુર્વાસા ઋષિને! આશ્રમ હતા. ત્યાં હાલ દિર ફરી વળ્યેા છે. તે સ્થળે એક નાના સરખા છેાબંધ પાકા ઓટા છે, તે પર મહાદેવના અસખ્ય લીગ છે, તે જ્યારે ભરતીનું પાણી ન હોય ત્યારે દેખાય છે. બાલાચડીથી એક માઈલ દૂરના આસરે દરી કિનારે એક પુરાતની બાળેશ્વર' મહાદેવનું દહેર' છે. તેના આગળ પીપળેા છે. તે માક્ષ પીપળા' કહેવાય છે ત્યાં ધણા ભરવાડ રબારીએ પુજા કરવા આવે છે. ધણા વ પૂ` એક ભરવાડ ગાયા ચારતા હતા તેની એક ગાયે ત્યાં (જ્યાં મહાદેવ પૃથ્વિમાં હતા ત્યાં) દૂધ વર્ષાવ્યુ, તે જોઇ ભરવાડે ત્યાં ખાધ્યું. ખાતાં ક્રાસ લીંગને વાગવાથી લેહીની ધાર ચ (હાલ પણ તે લીંગ ઉપર કાશ લાગવાથી ખાડાનું ચિન્હ છે.) તે વાતની જાણ ગામમાં થતાં ત્યાં દહેરૂ બંધાવી સ્થાપના કરી. હાલ ત્યાં શ્રાવણ વદ ૧૩-૧૪ અને અમાસના દહાડે મેરા મેળા ભરાય છે. અને ત્યાં બાળશ્રાદ્ધ પણ કરવામાં આવે છે. ગામની આગળ એક નાજુક તળાવ છે તે ગામે કુવાર ઘણી થાય છે. પિંડારા (પિડ–તારક)—આ સ્થળ ધણુંજ પ્રાચિન છે. અહિ યાદવેાના ભાળકા ગેડી દડા રમવા આવતા તેવી કથા મહાભારત અને ભાગવતમાં છે. પિ’ડ-તારક ક્ષેત્રની ઉત્તરે કચ્છના અખાતમાં દ્વારકાના કિનારા તરફ અત્યારે સમુદ્રમાં નાના નાના અનેક એટડાં (ટાપુ) આવેલાં છે. તેટલા ટાપુએ હિંદુસ્થાનના દરીઆ કાંઠાના કાઇ પશુ ભાગમાં આવેલા નથી. એ બધા ટાપુ અસલી દ્વારકાના જળ પ્રલયના ભય ́કર પ્રસંગના અવશેષ હાવાના પુરેપુરા પુરાવા છે, દ્વારકા પાણીમાં મુડી જવાનેા ભયંકર પ્રસ ંગ અન્યા હશે ત્યારે ભૂ-રચનામાં અનેક ફેરફારો થયા. હશે, જે જગ્યાએ હાલ રખ્યુ છે. ત્યાં મેાટા દરીએ અસલના સમયમાં હાય તેવા સભવ છે. એટલે જળ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જળ બન્યાનું સંભવે છે. પિ ́ડતારક સ્થળને પ્રાચિનકાળમાં દેવપુરી પણ કહેતા. ત્યાં દુર્વાસા, અગસ્ત, આદિ ઘણાં ઋષિએના આશ્રમેા હતા. જુનું પિંડારા અત્યારના પિડારાથી એ માઇલ ઉત્તરમાં હતું. ત્યાં તાંબાના કુંડ હતા તે હાલ અદૃશ્ય થયા છે. પાંડવા પણુ મહાભારતની લડાઇ પછી. ઋષિએના કહેવાથી એ કુંડમાં ૧૦૮ લેાઢાના પિંડ તારી ગયા હતા તેવી પુરાણમાં કથા છે. અને ત્યાં પાંડવાએ એક ખીને કુંડ પણ બંધાવ્યા હતા. ત્યાં શ્રુકમાવત' નામની નિંદ છે. જુના પિંડારા આગળ એક તળાવ છે. તેને આંબલીયા કે અગસ્તઋષિનું
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy