SearchBrowseAboutContactDonate
Page Preview
Page 700
Loading...
Download File
Download File
Page Text
________________ ઘેાડષી કળા ચુડાસમાવતા ઇતિહાસ ૨૯ રા' માંડલિકના કુંવર ભુપતસિહ ઉર્ફે મેલી ગદેવને જાગીરદાર બનાવી જુનાગઢમાં રાખ્યા ઇ. સ. ૧૪૪થી ૧૫૦૫ સુધી. તે પછી તેનેા કુંવર ખેંગાર (પાંચમા) ઇ. સ. ૧૫૦૫થી ૧૫૨૫ સુધી. તે પછી તેનેા કુંવર નાંઘણુ (પાંચમા) ઇ. સ. ૧૫૫થી ૧૫૫૧ સુધી. તે પછી તેને કુંવર શ્રીસિહુ ઇ. સ. ૧૫૫૧થી ૧૫૮૬ સુધી. અને તે પછી તેના કુંવર ખેંગાર [છઠ્ઠા] ઇ.સ. ૧૫૮૬થી ૧૬૦૮ સુધી. એ બગસરે તાલુકદાર થઇ રહ્યો, (રાસમાળા અગર ક્રાઇ અસાય વ્યાન્નિ થઇ પડતાં મરીજાત. પરંતુ તેમ નહિં કરતાં તેને અસય દુઃખદરીઆમાં નાખી રાજા તરીકે તેણે માણેલા વૈભવાની યાદી કરાવી. પાપાચરણનુ પશ્ચાતાપ રૂપી પ્રાયશ્ચિત કરાવી સૌરાષ્ટ્રપતિ રાત્રે રસ્તાના રખડતા ભિખારી બનાવી, રીબાવી રીબાવીને મારવાને દેવીના આશય હતા તેમ ઉપરના સધળા દુહાઓ અને ગીતના કાવ્યાથી જષ્ણુાય છે. (રા' માંડળીકની રાણીયું ધરાધર મેડીયુ છે હટિયાંણ માગે) એ કાવ્યના વાકયથી જરૃાય છે કે તેની રાણીઓએ ભૈરવ—ઝંપ નહિં ખાતાં ભીખારજીની સ્થિતીમાં જીંદગી ગુજારેલી હાય તેવું જણાય છે. કારણકે એ કાવ્ય મુસલમાની અમલ થયા પછી કવિએ નજરે જોઇને લખ્યું જાય છે. રા' માંડલિક અસ્ત્ર શસ્ત્ર વિદ્યામાં ધણા કુશળ વીર-પુરૂષ હતા. પણ નાગબાઇના શ્રાપ થયા પછી તેની મરદાદ જતી રહી હતી. કેમકે નાગબાઇએ છેલ્લા દુહામાં શ્રાપ આપ્યા છે કે “તારે કાને કાઢા અને છાતી ઉપર કાપડું પહેરાવી, પાવયાના પેડા (ટાળા) માં હું નર! મંડળિક તુને નચાષીશ” તેા એ શ્રાપ પ્રમાણે તેમ થવાને સંભવ છે. જયાતિર્થંલ બધેકાજી સંગ્રહિત કવિ મીઠા રચિત ‘જીનાણાંના રયન' ના કાવ્યની છેલ્લી ટુંક પણ ઉપરના દુહાને પુષ્ટિ આપે છે કે “અંબા સ્મરણમેં આયેા અંત” એ કાવ્ય દ્વિઅર્થી છે. અંબા ભવાનીના ઉપાસક પાવૈયાએ તેનું સ્મરણ કરી જીંદગીનેા અંત લાવે છે. પાવૈયાઓમાં વર્ષોંશ્રમના ભેદ નથી મુસલમાને પણ પાવૈયા થાય છે. માતાજીનેા શ્રાપ હતા તે મિથ્યા થાય નહિ તો રા' મંડળિકે પાવૈયાની (ભીખારીના) અંતિમ અવસ્થામાં સ્થિતીભાગવી ડ્રાય અને રખડીરઝળી મરણુ પામ્યા હાય તેવું લાગે છે. મારાંત સીકંદરીના કર્તા લખે છે કે “રસુલ્લાબાદ શાઆલમના ઉદ્દેશથી તેણે મુસલમાની ધર્મ સ્વિકાર્યાં.” એ વાત્ત અસંભવિત છે, મડળિક બહુજ વિદ્વાન હતા અને વીરપુરૂષ હતા. પરતું ભક્ત નરસિંહનું અંતર દુભાવ્યું અને દેવી નાગબાઈને શ્રાપ થયા વગેરે કારણેાથી તે અંતિમઅવસ્થામાં રાજા શરીરે દુઃખની વ્યાધિમાં બાવા ની ક્રાઇ સાંઈના તકીયામાં દે છેડયેા હોય. તેમજ પાવૈયાને ન કરવાની રીતિ હાઇ, તેના દેહની અતિમક્રિયા ત્યાં થઇ હોય તે તે (માણેક ચાકમાં બતાવવામાં આવતી) કબર કદાચ તેની હોવાનું સંભવે છે, પરતું એટલું તે ચેાકકસ છે કે તે યુદ્ધમાં રણભુમી ઉપર મરણુ નહિ પામ્યાનું ઘણાં ચારણ ભાટા ને મેાઢેથી તેની વાર્તાઓમાં સાંભળ્યુ છે. પછી પ્રભુ જાણે ૪૦૦ વર્ષ પુર્વેની વાત જે બની હાય તે ખરી. હિંદના છેલ્લા રાજપૂત રાજા પૃથ્વિરાજ ગુજરાતના છેલ્લા રજપૂત રાજા કરણ અને સૌરાષ્ટ્રના છેલ્લા રજપૂત રાજા રા'માંડલિક એ ત્રણે સ્ત્રી રૂપી માયાના મેહપાસમાં સાયા અને ક્ષત્રિ—ધર્માં ઊડી અધર્માચરણુ કર્યું, તેના બદલામાં તેને અંતિમ અવસ્થા દુઃખમાં ભાગવવી પડી અને સૌરાષ્ટ્ર, ગુજરાત, અને ભારત ભુમિની સાČભૌમ સત્તા રજપૂતાના હાથમાંથી ગઈ, (જી. કર્તા)
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy