SearchBrowseAboutContactDonate
Page Preview
Page 675
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ શ્રીયદુવંશપ્રકાશ. દ્વિતીયખંડ ૨૧૫મા પેજની ફટનેટનું અનુસંધાન વાની પૂર્ણ ઇચ્છા છે, તેને ખરે ટકે મળે અને તેમની આ દેશ વિષેની ખરી ધારણું પાર પડે તેવું સમજીને મેં મારા પિતાથી આપણું કપ્રિય ના. ગવર્નર લોર્ડ વિલિંગ્ડન સાહેબ હજુરમાં “ગીરાસીયાઓની ખરી સ્થિતિ શું છે ને તે કેમ સુધરી શકે તે વિષે મારી ટુંક બુદ્ધિ પ્રમાણે જેવી સુછ તેવી અરજ તા. ૨૧-૨-૨૬ના દિવસે કરી હતી, જેના તરજુમાની નકલ હવે આપની જાણ માટે હું આ સાથે મેકલું છું, તેમાં વધુ ઓછું લખાયું હોય તે માફ માગું છું. મને મારા અનુભવ પ્રમાણે સુર્યું તેમ લખ્યું છે, તે વિષે આપની કાંઈ સુચના આવશે તો મેટો ઉપકારી થઈશ, પણ આ પત્ર લખી આપવાને મારે હેતુ તે ફકત એટલો જ છે કે આને ને. સરકારનો મને જે જવાબ તા. ૮-૧૧-૧૭ને મળે છે તેથી આપને ખાત્રી થશે કે આપને સ્વાથી કે તરફથી જેમ ખોટી રીતે સમજાવવામાં કે લિવશવામાં આવે છે કે “ સરકારના રાજ્યમાં ઈન્સાફ નથી અને હવે તમારૂં બધું જવાને વખત આવ્યો છે” તે કેટલે દરજજે હડહડતું ખોટું છે, સરકાર પાસે ખરી હકીક્ત રીતસર મુકાય તે જરૂર ઇન્સાફ મળે એ ખાત્રી રાખજે અને તેમને કે તેમની રાજ્યનિતિને તમારી અણુ સમજણને બેખબરાઈને લઈને દળી દેશે નહિં. ઉપરના પત્રથી વાંચકોને જણાશે કે તેઓશ્રીના હૃદયમાં જ્ઞાતિ સુધારવાનું કેટલું દર્દ હતું, તે સ્પષ્ટ જણાય આવશે. પિતે કાઠીયાવાડમાં આવી રાજકોટમાં ગીરાસીયા એશીયન ની સ્થાપના કરી પોતાના અમૂલ્ય વખતનો ભેગ આપી યોગ્ય સ્થળોએ જાહેર વ્યાખ્યાનો આપ્યાં અને બ્રિટીશ સરકાર સામે સત્ય હકીકત સમજાવી યોગ્ય ન્યાય મેળવ્યું. જામનગર તાબાના ગામ મોજે ખંઢેરાને વારસા બાબતને “ખરા કેશ છે કે જે ગીરાસદારોના ગેરલાભમાં ચુ હતા, એટલું જ નહિં પણ પાછળળી જે આધાર (પ્રમાણ) રૂપ થઇ પડતાં અનેક ચુકાદામાં આવરણ કરતો હતો તે કેસની સત્ય હકીકત ઠેઠ પ્રિવીકાઉન્સીલ સુધી પહોંચાડી “ કાઈપણ કેસમાં તે ખંઢેરા કેસ આધારમાં નહિ લેવો ” તે ઠરાવ કરાવનાર એ વીર કેસરી કુ. શ્રી. હરભમજી સાહેબજ હતા, કાઠીયાવાડના રાજપુતોમાં બાર-એટ-લે ની પ્રથમ પંકિતમાં પિતાને બાહુબળથી તેઓ આવ્યા હતા, એજન્સીમાં પોલીટીકલ એજન્ટના માનવંતા હદ ઉપર તે ઓ દીર્ધકાળ રહ્યા પછી રાજકેટમાં પિતાના રવા વિલાસ નામના મહેલમાં જ્ઞાતિનું શ્રેય કરવાની યોજનાઓ કાયમ ઘડી રહ્યા હતા યદુકુળમણ ક્ષત્રિશરછત્ર મહૂમ મહારાજા જામશ્રી સર રણજીતસિંહજી સાહેબ જામનગરની ગાદીએ બીરાજ્યા પછી વિલાયતના પ્રથમ પ્રવાસે પધાર્યા ત્યારે પિતાના રાજ્યની કુલસના આપણું ક્ષત્રિ ઉધ્ધારક “ હરભમજી સાહેબ ને ઇન્ચાર્જ વજીર ” સાહેબને માનવતે હદ સોંપી ગયા હતા, જે હાલ પણ જામનગરની પ્રજાએ વજીર સાહેબની ટુંકી પણ યષ્ણવી કાકડીને સંભાળી રહી છે. તેઓશ્રી સુધારક-જ્ઞાતિ અભીમાની સત્ય વિકતા અને નીડર વીર પુરૂષ હતા, તેઓશ્રીને કુ. શ્રી. રણજીતસિંહજી તથા પ્રબળસિંહજી નામના બે કુમારો છે.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy