SearchBrowseAboutContactDonate
Page Preview
Page 608
Loading...
Download File
Download File
Page Text
________________ છરી કળા] બીન અખત્યારી તાલુકાનો ઇતિહાસ ૧૪૯ ઉપર મુજબ [૧] થી [૧૭] ગ્રુધીના, ગામોના તાલુકદારો-જામશી રાવળજીનાજ વંશજો છે. અને કયા ટેટ-તાલુકા]માંથી ગીરાશ લઈ ઉતર્યા (જુદા પડયા) તે આપણે બંને ખંડમાં આગળ વાંચી ગયા––માત્રનાં-[૮] સાદુદાના તાલુકદારો-જામશીભવળજી ના વંશજો નથી પરંતુ તે પહેલાંના જામશ્રી હરભમજી કે જેઓ કચ્છમાં વિ.સં. ૧૫૧૮ થી ૧૫૨૫ સુધી ગાદીએ હતા. અને તેઓશ્રી ચંદ્રથી ૧૬૭ મા શ્રી. કુ. થી ૧૧૨ મા અને જામનરપતથી ૭૦ મા જામ હતા તેઓશ્રીને છ કમારો હતા. તેમાં પાટવી કશ્રી હરધમળજી ગાદીએ આવ્યા. અને તેથી નાના કુમારશ્રી કાનાજીના વંશજે કાના શાખાના રાજપુત કહેવાયા--(જુવો પ્રથમખંડ પૃષ્ઠ ૯૦) તેઓના વંશજો જયારે જામશ્રી રાવળજી હાલારમાં આવ્યા ત્યારે તેઓશ્રીની સાથે કચ્છમાંથી હાલાર ભુમિમાં આવ્યા હતા, એ કાનાશાખાના રાજપૂતોને કબજે હાલ નાં. ૮ નો સાતુદડ તાલુકે છે. સાંભળવા પ્રમાણે જામશ્રી રાવળજી સાથે કાનાશ્રી-ગજણજીરણમલજી અને કરણજી નામના ત્રણે બંધુઓ હાલારમાં ઉતર્યા તેમાંના રણમલજીએ રોધેલ સર કર્યું, અને ગજણજી તથા કરણછ ડેરાવાળી છીકારી સર કરી ત્યાં રહ્યા, ગજણજીના પુત્ર વેરાજી થયા તેમણે વાવડી-સાતુદડ સર કર્યું–તે એવી રીતે કે સાતુદડમાં તે વખતે બોઘરા શાખાના કાઠી અને પઢીઆર શાખાના રજપૂતનું રાજય હતું. તેઓ બન્નેને અણબનાવ થતાં પઢીઆર રાજપૂતની મદદમાં વેરેજી ગયા, અને કાકીએને મારીને તેને હીસે પિત મહેનતના બદલામાં લીધે. પરંતુ કેટલેએક વરસે પઢીઆર નબળા પડતાં તેને પણ હરાડી-સાતુદડને ૧૨ ગામનો તાલુડે વેરાજીએ કબજે કર્યોબાર ગામમાં ત્રણ ટીંબા ઉજજડ છે અને હાલ ૯ ટીંબાઓ વસે છે અને તેમાં તેઓના વંશજો રહે છે.-- ૧ સાતુદડ, ૨ વાવડી ૩ રાજપરા ૪ પીપળીઉં એ ચાર ગામો એજન્સીની હકુમત તળે છે.) ૫, કાનાવડાળા ૬, પીપળીઉં ૭, મેઘાવડ ૮, થોરડી ૮, પીપરડી (એ પાંચગામ જામનગર સ્ટેટની હકુમત તળે છે.) મળી નવ ગામોમાં તેમના વંશજો છે, દંતકથા છે કે વેરાજી બેટમાં મલુ સેઢાને ત્યાં પરણ્યા હતા. તેમનાં સ્ત્રીનું નામ રાણુભા હતું, તેમને શ્રી કલ્યાણજી ઉપર ઘણું જ ઇષ્ટ હતું. બેટમાં દરરોજ તે કલ્યાણરાયજીની મૂર્તિની સાડ પચારે પુજન વિધી કરતાં જ્યારે સાસરે જવા પ્રયાણ કર્યું. ત્યારે કલ્યાણજીની મુર્તિ તેમની રજા લઇ વેલમાં સાથે લાવ્યાં, સવારે ગુગળી (પુજારી બ્રાહ્મણોને ખબર થતાં તેઓ વેલ પાછળ આવ્યા, તેથી બાઈ ગભરાણું પરંતુ મુતિમાંથી અવાજ થયો કે “ગભરાઓ નહિં મારા વજન પ્રમાણે તેઓને સેનું આપજે તેથી તે સેનુ લઈ પાછા જશે.” ગુગળીએ આવી મુતિ ઉપાડી તેમાં અણુતલ ભાર જણાવાથી ઉપડી નહીં તેથી બાઈએ મુતિ ભારોભાર સેનું આપવા કહ્યું તેણે રાજી થઈ હા કહેતાં મુતિ તળી, બાઈએ તો પિતાના તમામ આભૂષણે મુર્તિના સામા છાબડામાં મેલ્યાં પણ સુવર્ણનું વજન વધુ થતાં અકેક ઘરેણું છાબડામાંથી લેવા લાગ્યાં. છેવટ નાકમાં પહેરવાની એક નથ બાકી રહેતાં તેના વજન પ્રમાણે મુર્તિવાળું છાબડું બરોબર થતાં તે નથ ગુગળીને આપી વિદાય કર્યો. અને બાઈ મુતિ લઈ સાતુદડ આવ્યાં અને ત્યાં દેવું ચણુવરાવી તેમાં તે મુતિની પ્રતિષ્ઠા કરી, જે
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy