SearchBrowseAboutContactDonate
Page Preview
Page 585
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ શ્રીયદુવંશપ્રકાશ [દ્વિતીયખંડ ભગવતસિંહજી સાહેબ તથા ભાવનગરના મમ મહારાજાના માતુશ્રી માછરાજબાસાહેબને જન્મ થયો. મીણાપુરવાળાં બાશ્રી મોંઘીબાસાહેબ સાથે કારભારી તરીકે હરજીવન દવેના દીકરા માધવજી દવે આવ્યા હતા. તેઓને ૧૫૦ કેરી છવાઇની અને બે પેટીયાં મળતાં. તે હરજીવન દવેને જેશંકર, માધવજી. નરસીંહરામ અને કેશવલાલ નામના ચાર પુત્ર હતા, હરજીવન દવે કાયમ ચુડામાં રહેતા. પરંતુ એક માસે તેઓ ગાંડળ આવી અમુક દિવસ રહી જતા. કુમારશ્રી પથુભાના સ્વર્ગવાસ પછી હજુરી લધુ ખવાસનું માન ઓછું થતાં, તેવાખાનું(જામદાર ખાનું-ખજને) હરજીવન દવેના પુત્ર માઘવજી દવેને સે પાછું અને હરજીવન દવે પણ ખાનગી કારભારી તરીકે ગંડળમાં આવી રહ્યા. તેઓ નજર પહોંચ મુત્સદ્દી પુરૂષ હતા. વિ. સં. ૧૯૨૨માં જ્યારે દુર્લભજી બુચ મોટી યાત્રાએ ગયા, ત્યારે સઘળો કારભાર હરજીવન દવે અને તેના પુત્ર કેશવલાલને સેંપી ગયા. દુર્લભજી બુચ એક વર્ષ યાત્રાએથી પાછા આવ્યા. પરંતુ કારભારું સંભાળ્યા પહેલાં તેઓ વિ. સં. ૧૯૨૩ના વૈસાખ માસમાં ગુજરી ગયા, તે પછી અમુક વર્ષે દુલેરાય દફતરી નિમાયા. તે સ્વતંત્ર વિચારના હતા, તેથી ઠા.શ્રીને હુકમ માનતા નહિં તેને બદલાવવા ઠાશ્રીએ એજન્સીમાં ફરીઆદ કરી, પણ તે એજન્ટને પાયા વિનાની લાગી અને તેને પરિણામે ઠા.શ્રીને મુંબઈ જવું પડયું. ત્યાં આઠમાસ રહ્યા. અને વિ. સં. ૧૯૨૫માં મુંબઈમાં જ તેઓશ્રી સ્વર્ગે ગયા. (૧૩) મહારાજાશ્રી ભગવતસિંહજી સાહેબ વિમાન તેઓ નામદારશ્રીને જન્મ ઈ. સ. ૧૮૬૫નાં અકબરની ૨૪મી તારીખે થયો છે. અને વિ. સં. ૧૯૨૫ ( ઈ. સ. ૧૮૬૯)માં જ્યારે ઠા.શ્રી સગ્રામજી દેવ થયા. ત્યારે મહારાજશ્રીની સગીર વય હોવાથી સ્ટેટ એજન્સી મેનેજમેન્ટ તળે મુકાયું છે. સ. ૧૮૦૮માં અંગ્રેજી અમલદાર સાથે એક દેશી અમલદાર રાજ્ય કારભારમાં ભેળવવામાં આવ્યો. એ સંયુક્ત કારભારના અરસામાં ભાવનગર–ગોંડળ રેલ્વે સ્થપાઇ. વિ.સં. ૧૯૪૦ (ઈ.સ. ૧૮૮૪માં મહારાજાશ્રીની યોગ્ય ઉંમર થતાં, રાજ્યવ હિવટ તેઓશ્રીને સુપ્રત કરવામાં આવ્યો. - મહારાજાશ્રીએ રાજકોટની રાજકુમાર કોલેજમાં કેળવણ લીધી છે. અને વર્ગમાં હંમેશાં પહેલે નંબર રાખી-દરેક રમતગમતના મેળાવડામાં ઇનામને વખતે તેઓ હંમેશા મોખરેજ રહેતા, ઈ. સ. ૧૮૮૩માં તેઓ નામદારે યુરોપની મુસાફરી કરી. તેમાં પિતાને થયેલ અનુભો તથા જે કાંઈ નવું નવું જોયું, તેની તારીખવાર નેધ તેઓશ્રીએ સ્વહસ્તે લખી છે. એ મુસાફરીને હેવાલ અંગ્રેજીમાં બહાર પાડેલ છે. તેઓશ્રીના પ્રવાસના સાથી કનલ જી, ઇ, હેજેક સાહેબ હતા, તેઓ સાથેની મુસાફરીની તા. ૧૬-૪-૧૮૮૩થી તા. ૯-૧૧-૧૮૮૩ સુધીની નેધ તારીખવાર લખી છે. તે ખરેખર વાંચનારને માર્ગદર્શક અને બૌધિકજ્ઞાન સાથે આનંદ આપે તેવી છે. અને સ્થળ સંકેચને લઈ માત્ર ત્રણ દિવસોની નોંધ વાંચક આગળ રજુ કરું છું – “ તા. ૧૧ મી જુન–વહેલી ટ્રેનમાં અમે કેમ્બ્રીજ જેવા ઉપડયા અને એક વાગ્યા પછી અમે તુરતજ ત્યાં પહોંચ્યા, હરભમજી અમને સ્ટેશન ઉપર મળ્યા, અને તેમની
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy