SearchBrowseAboutContactDonate
Page Preview
Page 555
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીયદુવંશપ્રકાશ [દ્વિતિયખંડ મજમું છે. (૧) ઠા. શ્રી. ફલાજીને ત્રણ કુમાર હતા તેમાં પાટવીકુમારશ્રી નથુજી ગાદીએ આવ્યા. અને બીજા કુ. શ્રી. કાંથડછને રાવકીગામે ગિરાસ મળ્યો. ત્રીજા કુમારશ્રી પુંજાજી કુંવરપહેજ ગુજર્યા. (૨) ઠા. શ્રી નથુજી કેઇપણ ધીંગાણામાં કામ આવતાં પૂરે થયા, અને હાલ તેઓશ્રીની ખાંભી છભાઈના દરબારમાં (સીનીઅર શાખામાં) છે, તેઓશ્રીને પણ ત્રણ કુમારે હતા. તેમાં પાટવી કુમારશ્રી મેપાજી કુંવરપદેજ દેવ થયા હતા, તેથી નાનાકુમારી બળીયા ગાદીએ આવ્યા, અને ત્રીજાકુમારશ્રી વખતસિંહજીને ત્રવડા-ઢાંઢણીમાં ગીરાસ મળ્યો,(૩)ઠા.શ્રી બળીયાને બે કુમારો હતા તેમાં પાટવીકુમારશ્રી કેશાભી ગાદીએ આવ્યા, અને નાનાકુમારશ્રી નાનાબીને ઢાંઢણી ગામે ગિરાસ મળ્યો. (૬) ઠા. શ્રી. કેશાભીને બે કુમાર હતા. તેમાં પાટવી કુમારશ્રી ફલજી અપુત્ર દેવ થતાં, નાનાકુમારી રાસાભી ગાદીએ આવ્યા. એ (૫) ઠા. શ્રી. રાસાભીને પથુભા નામના એકજ કુમાર હતા તે ગાદીએ આવ્યા.(૬) ઠાશ્રી. પથાભાઇ ઉર્ફે પથુભા એ સીનીઅર તાલુકદાર ઠાકરથી અભયસિંહજીના સમકાલીન હતા, તેઓ નામદારશ્રી બહુજ બુદ્ધિશાળી અને વિચક્ષણ રાજવી હતા, તેઓશ્રીએ તાલુકાને આબાદ કરી લાખો રૂપીઆ મેળવ્યા હતા. ઠા, શ્રી, અભયસિંહજીના સહવાસથી તેઓ નામદાર પણ સ્વામિનારાયણ સંપ્રદાય અને તેઓના સાધુઓ ઉપર અપુર્વ લાગણી ધરાવતા હતા, અને આચાર્યશ્રી તથા સાધુઓની પધરામણી કરી ધર્મકાર્યમાં સહર્ષ ભાગ લેતા હતા, તેઓ નામદારશ્રીને બે કુમારો હતા, તેમાં પાટવીકુમારશ્રી રતનસિંહજી ગાદીએ આવ્યા. અને નાનાકુમારથી રવુભાને હરિપરમાં ગિરાશ મળે, [] ઠા, શ્રી, રતનસિંહજીએ ગાદીએ બિરાજી નો દરબારગઢ બંધાવ્યા, તેમાં વિશાળ ત્રણ ચોક, અંદર જનાના વિભાગ ગાડીખાનાં, ઘોડા વગેરે બંધાવ્યાં. તેમજ કચેરીબંગલો બન્ને બાજુ ગેલેરીવાળો, ઉપર ટાવર રખાય તેવી યોગ્ય બાંધણીવાળો સુશોભિત દરબારગઢ બંધાવ્યો હતો, તથા પિતાના નાનાબંધુશ્રી રવુભાભાઈ માટે પિતાના દરબારગઢની સામે [દક્ષિણદી બાજુ] એક જુદો દરબારગઢ ઈટાલીયન સ્ટાઈલને દરેક પ્રકારની સગવડતા વાળો બંધાવી આપ્યો હતો. તે બન્ને ભાઈઓને અરસપરસ ઘણો જ પ્રેમ હતો અને કાયમ સાથે જ રહેતા. ઠા. શ્રી. રતનસિંહજી સ્વભાવે ઉદાર, ભેળા અને વિશ્વાસુ હતા. કારભારીઓ તેમજ બીજા કાર્ય કર્તા ઉપર ભરોસો રાખી રાજ્યકારભાર ચલાવતા પિતે તે કાયમ કવિ–પંડિતે, વિદ્વાનો અને વૈદ્યોના સહવાસમાં સાહિત્યને આનંદ કરતા. હંમેશાં ફેટીનમાં બેસી ફરવા નીકળતા. રાજદારી પોશાક, અને રાજ્યચિન્હને ભભકે તેઓશ્રીને અતિપ્રિય હતો. અજાણ્યો માણસ મળતાંજ, રાજા છે, એમ અટકળ કરે તેવી રીતભાતથી તેઓ કાયમ રહેતા. હમેશાં જમવા વખતે, પચીસ, ત્રીસ માણસો સાથે બેસી, તેઓશ્રી કાયમ ભોજન લેતા મારવાડ, કચ્છ, ઝાલાવાડ, વગેરે દૂર દેશેથી કવિઓ તેઓશ્રીની તારીફ સાંભળી લોધીકે આવતા. અને તેઓ નામદાર પણ તે કવિઓને ઘણાં દિવસ રોકી યોગ્ય સત્કાર કરતા. મુળીના પ્રસિદ્ધ કવિ પ્રભુદાનજી તેઓ નામદાર આગળ કાયમ રહેતા, આસપાસ દેશાવરમાં “ભલે રત્નેશ દુલ્લા, ભલે રત્નેશ દુલ્લા” એ નામથી વાચકે તેઓની તારીફ કરતા. અને દેશાવરમાં લેધીકા પ્રસિદ્ધ કરનાર ઠાકરશ્રી રતનસિંહજીજ હતા. તેમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી. મારા ચાર વર્ષના સહવાસમાં મને પણ મારા પ્રારબ્ધ મુજબ તેઓ નામદાર તરફથી યોગ્ય લાભ મળે.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy