SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીયદુશપ્રકાશ [દ્વિતીયખડ ઠાકેારશ્રી મહેરામણુજીનાં લગ્ન વાંકાનેર રાજસાહેબના કુંવરી સાથે થયાં ત્યારે જામસાહેબ તે લગ્નમાં પધાર્યાં હતા. વિ. સ. ૧૯૧૩માં ઢાકારશ્રી મહેરામણુજીએ બ્રિટીશ સરકારને, ગિરાશીઆઓમાં દીકરીઓને દૂધપીતી કરવાનેા ( મારી નાખવાને ) રિવાજ બંધ કરવામાં સારી મદદ કરી હતી. તેથી બ્રિટીશ સરકારે તેની યાગ્ય કદર કરીને · સેનાનેા હાર ' ભેટ આપ્યા હતા. ૪૮ વિ. સં. ૧૯૦૨માં ગુજરાતિ સ્કૂલ, અંગ્રેજી સ્કૂલ અને કન્યાશાળા વિગેરેનું બધુ ખં જનરલ લાંગસાહેબ આપતા હતા. તે સ્કૂલ ઠાકેારશ્રી મહેરામણુજીએ સંસ્થાનના ખચે ચાલુ રાખી. ઠાક્રારશ્રી મહેરામણુજીને ચાર રાણીએ હતાં. (૧) વાંકાનેરના રાજસાહેબ વખતસિંહજીના કુંવરી હુમળુબાસાહેબ પરણ્યા પછી ચૈાઢી મુદ્દતમાં ગુજરી ગયાં હતાં. ત્યારપછી ભાવનગરના ભાયાત લાખણુકાના ગેાહેલ અખેરાજજીના કુંવરી હરીબા તથા ચુડાના ભાયાત કુંડલાના ઝાલાની કુંવરી ખારાજબા સાથે પરણ્યા હતા. તે બાઇરાજબા, કુંવરી માજીરાજઆને જન્મ આપી છ વાસાના મુકી ગુજરી ગયા હતા, અને બાશ્રી હરિબા પાટવીકુમાર બાવાજીરાજને જન્મ આપી એ વર્ષોંના મુકી ગુજરી ગયાં હતાં. ઉપરના ત્રણે રાણીઓના ગુજરી જવાથી ઠાકારશ્રી મહેરામણુજીએ સાળુદ પાસેના મછીઆવેના વાધેલા ઠાકારનાં કુંવરી બાકુંવરબા સાથે લગ્ન કર્યાં. અને તે ખાશ્રી બાકુંવરબાથી કુમારશ્રી લલ્લુભાને જન્મ થયા હતા. ઠાક્રારશ્રી મહેરામણુજીને દારૂનું ખરાબ વ્યસન લાગુ થવાથી તેએનું શિરર બગડયું અને એ મુરા વ્યસનના પરિણામે તેએ નાની ઉમરમાં વિ. સ. ૧૯૧૮માં અઢાર વર્ષ રાજ્ય કરી સ્વર્ગે સિધાવ્યા. તેઓના વખતમાં તેઓના માતુશ્રી નાનીબાસાહેબ રાજકારભારની સારી દેખરેખ રાખતાં હતાં, (૧૨) ઠાકારશ્રી બાવાજીરાજ ( વિ. સં. ૧૯૧૮થી ૧૯૪૬ ૨૮ વર્ષી) ઠાકારશ્રી બાવાજીરાજ ગાદીએ આવ્યા ત્યારે તેમની ઉમર છ વર્ષીની હતી. તેથી તમામ રાજ્યના કારભાર તેમના દાદી માતુશ્રી નાનીબાસાહેબે ઘણીજ ડહાપણ ભરી રીતે ચલાવ્યેા હતેા. વિ. સ. ૧૯૧૮માં કાઠીયાવાડના રાજાએના અખત્યારની મર્યાદા સરકાર તરફથી પેાલીટીકલ એજન્ટ કુલ કીપી’જે નકકી કરી, કાઠીયાવાડના તાલુકદારાના સાત વ પડયા તેમાં રાજકાટ સંસ્થાનને બીજા વર્ષાંતે। અખત્યાર મળ્યા હતા, સરધારમાં કોટડા તરફથી આરબ લેાકા અને રાજકાટ તરફથી પરદેશી સિપાઇઓ રાખવામાં આવતા તેથી તેઓને અંદરો અંદર વારંવાર તેાફાન થતું. એ ખબર પ્રાંત સાહેબને થતાં, તેમણે સરધારમાંથી આરોની સંખ્યા ઘટાડવાને તથા બીજો કેટલાક બંદોબસ્ત કર્યાં. તેજ સાલમાં એટલે તારીખ ૨૫ સપ્ટેમ્બર સને ૧૮૬૩માં અંગ્રેજસરકારે સીવિલ માટે પેાતાને વિશેષ જગ્યાની જરૂર પડતાં, રાજકાટ સંસ્થાન પાસેથી આસરે ૩૮૫ એકર જમીન નીચેની શરતે લીધી હતી.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy