SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય કળા] ખરેડી વીરપુર નો ઇતિહાસ. ૩૩ લડવૈયા હતા. અને તેઓએ જુનાગઢ અને જામનગર રાજ્યને ઘણી મદદ કરી હતી. જામનગર સ્ટેટના માણસો સોમનાથની યાત્રાએ જતાં, હાટીના-માળીયાવાળા ભોજહાટીના માણસેએ લુંટયા, તેથી જામનગરના તરફથી ઠાકરશી મોકાજી લશ્કર લઈ ત્યાં ગયા. અને દારૂણ યુદ્ધ કરી હાટીના-માળીયાને લુંટી ૮૦ ગાડામાં કારીઓ તથા બીજી માલ મિલકત ભરાવી તે ગાડાં જામનગર મોકલ્યાં હતાં (વિ. સં. ૧૭૭૬) એ ભોજ હાટીનું માળીયા ગામ ભાંગ્યું. તે વિષેના કાવ્યની બે કડી, જુના ચોપડામાંથી જુની ભાષામાં જેમ મળી છે તેમ અછાપેલ છે. हट हटाणां हाटीयां, ढाहे रण काठीयां सेन दुकां ॥ बादर साहेबरे एसो हरख बेसारीयो, भोजरो माळीयो कर्यो भुक्का ॥१॥ घुमट घोडां घणा पाखरां घमघमे, सोरठ धरा, धमधमे नीर सुका ॥ बादर साहेबरे एसो हरण बेसारीयों, भोजरोमाळीयो कयों भुक्ता पर તે પછી (છડા) ઠા. શ્રી મુળુજી-(પહેલા) અને (૭) ઠાકરશી જેઠીજી ગાદીએ આવ્યા. તે જેઠીજી બહાદુર અને લડવૈયા હોવાથી જામનગરને મુલક જીતવામાં ઘણી મદદ કરી હતી અને તેઓ છોટા-જામ કહેવાતા. તેઓએ અરડેનો એરડો ભાંગ્યો, એ વખતે મેવયાના એરડા પણું ભાંગ્યા હતા. તેમજ જામનગરને મદદ કરી ગોંડળ ઠાકરશી કુંભાજી સામાં લડયા હતા. એ વખતે નગરની ગાદીએ કુંવરે નાના હોવાથી મા સાહેબે ઠાકારશ્રી જેઠીજીને છોટા-જામની છાપ આપી હતી. दुहो-वळ छांडीने विनवो, दइने अदकां दाम ॥ વેરી છોરો-ગામ, મળી માતર પળી / (૮) ઠાકારશ્રીં મોકાજી (બીજા) ઉ બાવાજીએ પોતાના બાહુબળથી વીરપુર છતી, કિલે સમરાવી, ખરેડીથી રાજ્યધાની ફેરવી વીરપુરમાં સ્થાપી. તે પછી (૪) ઠાકારશ્રી સુરાજી [પહેલાના વખતમાં સંવત ૧૮૬૯નો ભયંકર દુકાળ પડવાથી, તેમજ તેજ સાલમાં તેમને સ્વર્ગવાસ થવાથી કેટલાએક ભાયાતોએ જામનગર, ગાંડળ અને એજન્સી થાણુઓને આશ્રય લીધે. તેથી માત્ર તેર ગામ ખરેડી-વીરપુર સ્ટેટના તાબામાં રહ્યા. (૧૦) ઠાકરથી મુળુજી (બીજા) (૧૧)માં ઠાકારકી સરતાનજી અને (૧૨) ઠાકરશી સુરાજી [બીજા] ગાદી ઉપર આવ્યા. તેઓ નામદાર જ્યારે ગાદીએ આવ્યા ત્યારે સગીર હોવાથી પોતાના ગંગાસ્વરૂપ માતુશ્રી નાની બાસાહેબે સગીરના નામથી સ્વતંત્રરીતે સંવત ૧૯૦૮થી સંવત ૧૯૨૦ સુધી એટલે બાર વર્ષ રાજ્ય કર્યું હતું. તેઓ નામદારનો જન્મદિવસ તારીખ ૧૨–૭–૧૮૪૬ ના રોજ હતો. અને તા. ૩૦-૧૧-૫૧ ના રોજ ગાદીએ આવ્યા. તેઓશ્રીએ ૬૬ વર્ષની લાંબી મુદત સુધી રાજ્ય કર્યું. કાઠિવાડના વાઘેર તથા મિયાણુ બહારવટીઆઓની તોફાની ટોળીઓ સાથે પોતે જાતે લડ્યા હતા. તેના બદલામાં નામદાર બ્રીટીશ સરકાર તરફથી તેઓશ્રીને શાબાશી આપવામાં આવી હતી. અને બહારવટીઆના ફાળા વરાડને હિસ્સ જે બીજા સ્ટેટ અને તાલુકાઓ પાસેથી લેવામાં આવ્યો હતો તેમ આ સ્ટેટ પાસેથી લેવામાં આવ્યો ન હતો. તેઓ બહાદૂર તથા લડવૈયા હતા, તેટલું જ નહિં.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy