SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીયદુવંશપ્રકાશ (પ્રથમખંડ) ખાનવેલ સાહેબે સુંદરજી ખત્રીના ભત્રીજા હુંસરાજ શેઠને આખા નવાનગર રાજ્યના ઇજારા વાષિકે જામશાહી કારી સત્તરલાખ ને ત્રીસહુજારમાં દશવર્ષની ગેરેન્ટીએ જામશ્રી રણમલજી પાસેથી અપાળ્યો. આ હુંસરાજ શેઠની રાજ્યપાસે છવીસલાખ કારી લેણી હતી, તેથી રાજ્યમાં હુંસરાજ શેઠ કરણકારણ થઇ પડ્યા. પરંતુ થોડા વર્ષ માંજ રાજ્યસાથે મતભેદ પડવાથી કાઠીઆવાડના પાલીટીકલ એજન્ટ વિલ્સન સાહેબ અને ટ્વેનસાહેબના વખતમાં જામશ્રી રણમલજીએ તે કરાર રદ કર્યાં. એ કારમાં અંગ્રેજની જામીનગીરીની મહેારાપ હતી તે પણ લક્ષમાં નહિ લેતાં, કરાર રદ કરી હુ‘સરાજ રોડને રજા આપી. અને જોડીયા ખાલભાના મહાલા પણ કામદાર દુર્લભજીને માકલી રોઝવાળાઓ પાસેથી કબજે કરી લીધા. તાપણ વિલ્સન સાહેબ કે બ્લેનસાહેબ તે વખતના કેટલાક સ'જોગાને લીધે તે કામમાં આડે આવ્યા નહિ... ૩૦. વિ. સ’. ૧૮૮૦ માં જામશ્રી રણમલજીએ બારાડી પ્રદેશમાં આવેલા ખારાના રાવરજપૂતા ઉપર મેટા લશ્કર સાથે ચડાઇ કરી. તે સઘળાને તાબે કરી તે પ્રદેશ કબજે કર્યો જે હાલપણ સ્ટેટના તાબામાં છે. વિ. સ. ૧૮૮૫ ના માહા સુદ ૫ ના રોજ ભાવનગરના મહારાજા રાવળ શ્રી વજેસિંહજીના કુંવરી ખાઇ રાજમાસાથે જામશ્રી રણમલજીના લગ્ન મેાટી ધામધુમથી થયા. જેમાં છુટા હાથથી યાચકેને સુવર્ણ દાન કરવામાં આવ્યું હતું. અને રંગ ખુબ ઉડાડ્યો હતા. તેમ સારડી તવારીખના કર્તા લખે છે, તથા વિશેષમાં લખે છે કે એ વખતે જામનગરને ચૌદ મહાલા અને ત્રણ મંદરો (નગર જાડીયા અને સલાયા)ની પેદાશ પાંત્રીશલાખ જામશાહી કારીની હતી. રાજયની આબાદી અને સ્વતંત્રતાના અમલ ઘણાજ પ્રશસનીય હતા. જે શિષ્ટાચારના દિલ્હી અને અમદાવાદના મોગલ દરમારમાં પ્રચાર હતા, તેવાજ શિષ્ટાચાર અહીં (જામનગરમાં) તે વખતે ચાલતા.” વિ. સ. ૧૮૯૦ માં તથા ૧૮૯૫ માં અને ૧૯૦૨ માં એમ ત્રણ વખત ભયકર દુષ્કાળા પડવાથી રૈયત ઘણી પીડા પામતી, તે પર દયા લાવી તરીરસ્તે વહાણાથી ચોખા મગાવી હુંમેશાં ૮૦ કડા ચેાખાની અને બીજી કારૂ અનાજ કરવામાં આવશે. કાઇને પરચુરણ અપીણુ જોઇતું હશે તેા તેને કાગળ આપી. સરકારી વખારે ખરીદ કરવા માકલશું. ક્રાઇ માસ સરકારી વખાર વગર બીજી જગેથી ખરીદ કરશે અગર વેચશે અગર ખીજી જગાએથી લાવશે તે તે બાબત તરત સરકારને જાહેર કરવામાં આવશે. સરકારી વખાર વગરનું બીજું અફીણ કયાંય જોવામાં આવશે, તે તે સરકારથી પકડવામાં આવશે. તેમાંથી ૐ ખબર આપનારને ને ? જેનીહદમાં પકડાણુ હાય તે તાલુકાદારને મળશે. જો મારા સંસ્થાનમાં પકડાય તે સરકારે મહેરબાની કરી મને, આપવું જોઈએ. સત ૧૮૭૭ ના પોષ સુદ ૮ ભેસતવાર. તા. ૧૧ જાનેવારી સને ૧૮૩૧ (સહી) મેાતી શામળજી.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy