SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ શ્રીયદુવંશપ્રકાર (પ્રથમખંડ) રેની કતલ કરી જેશવજીર તથા મહેરામણુછડુંગરા, ભાણજીદલ, ડાહ્યો લાડક, નાગવછર અને તોગાજી સેઢા આદિ વીરપુરૂષો કામ આવ્યા, અને શાહી લશ્કરમાં મહમદરફી, સૈયદસકુદીન, સૈયદકબીર, સૈયદઅલીખાન વિગેરે સરદારે કામ આવ્યા. શાહી લશ્કરમાં મુખ્ય સુબો મીરઝાં અજીઝકેકા અને જામશ્રીના લશ્કરમાં કુમારશ્રી જશે અને જુજ સૈનિકો વિગેરે બચવા પામ્યા હતા. નિઝામુદીન અહમદ લખે છે કે આ લડાઇ હતી. સ. ૧૦૦૧ના રજબ માસની તારીખ છઠીના રોજ થઇ હતી અને નવાનગરના દફતરમાં તેભુચર મોરીની લડાઇ વિ. સં. ૧૬૪૮ ના હાલારી શ્રાવણ વદ ૭ ના રોજ થયાનું લખેલ છે. x ભૂચર મેરી સ્થળની નોંધ ધોળથી વાયવ્ય ખુણામાં આશરે એક માઇલપર આવેલી ભૂચરમોરી નામની ઘારપર આ યુદ્ધ થયું હતું. ત્યાં જામશ્રી અજાજીની દેરી છે. અને તેમાં તેઓને પાળીઓ છે તથા તે પાળીઆની દક્ષિણ બાજુ તરફ અજાજામનાં રાણીશ્રી સતી થયાં તેની ખાંભી પંજા વાળી છે, સીંદુરને લીધે પાળીઆઓના લેખે વાંચી શકાતા નથી, પરંતુ આ પાળીઆઓ ઉપર જામશ્રી વિભાજી એ દેરી ચણાવી જીર્ણોદ્ધાર કર્યો તે વખતનું કાવ્ય શિલાલેખમાં છે. કેदोहा-संवत् सोळ अडताळमें, श्रावळ मास उदार ॥ जाम अजो मूरपुर गया, वद सातम बुधवार ॥ १। ओगणीसें चौदह परा, विभो जाम विचार । महा मास शुद पंचमी, कीनो जीर्णोद्धार ॥२॥ जेसो २ डाह्यो, उनागडो, महेरामण पदलभाण ॥ अजमल भेळा आवटे, पांचे जोद्ध प्रमाण ॥ ३ ॥ आजम कोको मारीओ, सूबोपत साइ ॥ दळ केता गारत करे, रणघण जंग रचाइ ॥४॥ ઉપરનો શિલાલેખ તે ડેરીમાં છે. તથા તેની ઉત્તર બાજુની દિવાલે બાદશાહને સુબે હાથી પર બેઠો છે ત્યાં જામ અજાજી પોતાના ઘોડાને કુદાવી સુબાને ભાલું મારે છે, તેવું ચિત્ર આળખેલ છે. એ દેરીથી ઉત્તરમાં અઠ પાળીઆઓ નીચે જમીન ઉપર છે. તેમાં દેરીની દિવાલને લગતે પાળીઓ છે. તેને ત્યાં પુજારીબા જેશા વજીરને પાળીઓ કહી ઓળખાવે છે. તેની લાઈનમાં બીજા ચાર પાળીઆઓ છે. તે પછી થોડું અંતર મેલ્યા પછી એજ લાઈનમાં ઉત્તર તરફ બીજા ત્રણ ઉંચા પાળીઆઓ છે. તેમાં વચેલે પાળીઓ લગભગ છ ફુટ ઉંચે હશે તેમાં અક્ષરો પણ ચેખા દેખાય છે. પરંતુ જૂની લીપી હાઈ બરાબર બંધ
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy