SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ શ્રીયદુવંશપ્રકાશ (પ્રથમખંડ) પણ જે ક્ષત્રીય આળશ કરે તે પૃથ્વીને નક્ષત્રીજ જાણવી “આવા વચને બોલી વાઘેલા કુળનો નાશ કરવા ત્રીશ હજારના સૈન્યથી જામશ્રી “ડી” તરફ રવાના થયા. અને બાર પહેરમાં પચાસ કેસ કાપી ગયા, ઉપર મુજબ જામી રાવળજી પિતાનું હયદળ લઈ ચડ્યા, તે વખતે જેશા "લાડકને બોલાવી કહ્યું કે “ડી” આહીંથી સીતેર પણ ગાઉ થાય છે. ત્યાં તમારા પેદળ માણસે ઘોડા સાથે નહિં પહોંચી શકે માટે તમે તમારા પેદળ લશ્કરને લઈ જામનગર જાવ, અમે “ડી” ભાંગ્યા પછી નગર આવશું. જેશા લાડકે એ લડાઈમાં ભાગ લેવા સાથે તેડી જવા ઘણી વિનંતી કરી પરંતુ જામરાવળજીએ કહ્યું કે “અમારે જેમ બને તેમ તુરતજ “ગડી જવું છે તે તમારૂં પેદળ લશ્કર ઘોડા સાથે પહોંચી શકે નહિં, માટે તમે હવે નગર જાવ એમ કહી જામશ્રી રાવળજીએ ગેડી તરફ કુચ કરી અને જેશા લાડકે પણ પોતાના ૫૦૦) પાંચસે પાળાઓ (પ્રાદળ)થી જામનગર તરફ કુચ કરી, રસ્તામાં ચાલતાં જેશા લાડકે પોતાના સાથીઓને પડકારે કર્યો કે– चोपाइ-बळते जेसे कीयो विचारह, आपण कीमत रनि नह एकह ।। जो अस आगे आपण जावे, आगम मरण सजस तो आवे ॥१॥ (વિ. વિ.) અથ–જેશાએ વિચાર કર્યો કે આપણી કિંમત તે કાંઈપણ ન રહી. માટે જે આપણે ઘોડેસ્વારની આગળ “ગેડીઝ જાઈએ તો જેમ વહેલું મત મળે, તે સાથે સુજસ પણ મળે, વળી જેસે લાડકે પોતાના સાથીઓને પડકારે કર્યો કે. ધિક્કાર છે આપણને કે લડાઇમાં ન જતાં ઘેર જઈએ છીએ, જનેતાએ નૌમાસ ભાર ઉપાડ્યો, છતાં ધણુના કામમાં ન આવ્યા, તે તેથી પથ્થર થયા હતા તે સારું હતું કે કઈ દીવાલના ચણવાના કામમાં આવત, માટે ભાઈઓ જો તમે સહુ હીંમત કરે તે રાત્રિદિવસ ચાલવાનું કાયમ રાખે તે આપણે ઘોડેસ્વારની પહેલાં ગેડી પહોંચી, ગેડીને પાયમાલ કરી રાવળ જામની દુહાઈ ફેરવી દઈએ, અને જો નગર જશું તો આપણું કાંઈ કિંમત નહિં રહે જેશા જમાદારના ઉપરના શબ્દો સાંભળી, તમામ પ્યાદા લશ્કરે જામનગરનો રસ્તો છોડી દઈ ગેડીને ટુંકે રસ્તે (રણના ભાગને લીધે તે વિષે કાવ્ય છે કેचोपाइ-हरमत करी पीयादा हलीया, भडजा मोर गेहडी भलिया ॥ लूटी सवें गेहडी लीधी, रचरण फत्ते जामरी कीधी ॥१॥ એ પ્રમાણે જેશા લાડક તથા તેના સાથીઓ રાત્રિ દિવસ ચાલતાં બહાર પહેરમાં ૭૦ ગાઉ ઘોડાઓના પહેલાં “ગેડી આવ્યાવચમાં કેટલાએક માણસે થાકી જતાં રણમાં રહી ગયાં, છતાં જશે લાડક ૪૦૦ ચાર માણસ સહીત
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy