SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ તંત્રરચના બંધારણ જેવી વસ્તુ જ ન મળે! મોટા પ્રતિષ્ઠિત ગણાતા લોકે તે પિતાની પ્રતિષ્ઠાના તેરમાં અને મુત્સદ્દીપણાના મદમાં હજી રાહ જોઈને બેઠા હતા. મુસલમાનોમાંથી આગેવાનો બારમીએ હાજર હતા, પણ સૂરતનું ઝેરી વાતાવરણ અહીં પણ ફેલાય તે? અને પારસીઓ વિષે તે શું કહેવાય? તેમને પણ લડતમાં મોટાં જોખમ હતાં. તેમને દારૂ વેચવાને બંધ રહ્યો. અગાઉની દારૂનિષેધ પ્રવૃત્તિને લીધે પણ કેટલાકનાં મન મેળાં હતાં. ' શ્રી. મેહનલાલ પંડ્યા તાલુકાનાં ગામમાં રખડવા મંડ્યા હતા. તેમણે એક ગામથી શ્રી. વલ્લભભાઈ ઉપર કાગળ લખે. હતા, તેને ભાવાર્થ આ હતોઃ “અહીંનાં ગામોમાં હું ભટકી રહ્યો છું, અને મારી આસપાસની સ્થિતિ જોઈને સમસમી રહ્યો છું. થોડા જ દિવસમાં સરકારની સાથે શૂરા સંગ્રામ માંડનારા આ લોકો હશે? આ લોકોને તે લડતની કશી ખબર હોય એમ લાગતું નથી. ગામમાં સભા શી રીતે થાય ? અધું ગામ જાનમાં ગયું હોય, અથવા નાત જમવા બેસવાની હોય ! લગનગાળામાં એમને લડવાની ફુરસદ ક્યાં છે ? અને કેટલાક તે એવા પડ્યા છે છે કે જેમને મનમાં હજી રહ્યું છે કે સત્યાગ્રહ હોય કે ન હોય અમારે ઘેર લગન હોય અને મામલતદાર ન આવે એ બને ? આ લેકની મારફતે આપણે લડવાનું ! મને નિરાશા નથી થતી, પણ આપણે કેટલાં પાણીમાં છીએ તે જાણું રાખવું ઠીક છે. ભગવાન તમારી લાજ રાખે!” પણ લાખ વિચાર કરીને લડતને નિશ્ચય કરનાર નાયક આ પરિસ્થિતિથી ડગે એવા નહતા. તેમણે તો લોકોને કહ્યું હતું તમારામાંથી ૧૦૦ મરણિયા મળે તે આપણે જીતશું.” પણ એ ૧૦૦ મરણિયાને બળે ૧૭,૦૦૦ ખાતેદારે છતે એમ તે ઈચ્છતા નહતા. તેમને તે કાયરને રા બનાવવા હતા, મૂડદામાં પ્રાણ પૂરવા હતા. એટલે એમણે તે લડતની તૈયારી કરવા માંડી, આખું તંત્ર તૈયાર કરવા માંડયું. તાલુકામાં ચાર છાવણીઓ તે હતી જ – બારડોલીમાં શ્રી. કલ્યાણજી, જુગતરામ, કેશવભાઈ અને ખુશાલભાઈ હતા; સરભેણમાં ડા. ત્રિભુવનદાસ હતા; મઢીમાં ૪૫
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy