SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ( સવચ્છરી પ્રતિક્રમણ વિધિ ૪૫ ) પવિત્રતા પ્રાપ્ત કરવાનાં સ્થાનો છે, એટલે એ સ્થળોમાં પ્રવેશ કર્યા બાદ વિનય, શિસ્ત અને શાંતિના નિયમોને ખૂબ જ માન આપવું જોઈએ. બાળકો હોય, યુવાનો હોય કે વૃદ્ધો હોય સહુએ ખૂબ ખૂબ શાંતિ જાળવવી જોઈએ. ઘોંઘાટ કે કોલાહલ કરવો ન જોઈએ. સાંસારિક કે કોઈપણ જાતની પાપની, વેપાર, ધંધો કે આરંભ-સમારંભને લગતી વાતો જરાપણ કરવી ન જોઈએ. ક્રિયા ન ચાલતી હોય ત્યારે અતિ જરૂર પૂરતી માત્ર ધાર્મિક બાબતની વાત કરવી પડે તેટલી જ છટ ભલે રાખે, તે સિવાય કોઈની નિંદા, ટીકા કે ટંટો-ઝઘડો કંઈ ન કરવું જોઈએ, કોઈ તમારી જગ્યા ઝૂંટવી લે, દબાવી દે કે કોઈ અપમાન કરે તો પણ સહન કરવું જોઈએ, અને પરસ્પર સમતા, શાંતિ કે સમજૂતીથી કામ લેવું જોઈએ. પાપો છોડવાની જગ્યા રખે પાપ બાંધવાની ન બની જાય એની કાળજી મન ઉપર સતત રહેવી જોઈએ, જ્યારે સમભાવ કેળવવા આવ્યા હોય અને એ વખતે તમારી કસોટી ઊભી થાય, ત્યારે તો તમારે પરીક્ષામાં ખાસ પાસ થવું જ જોઈએ. મુંબઈ જેવા મોટા શહેરોમાં જગ્યા નાની અને આવનારો વર્ગ ઘણો વિશાળ એટલે જગ્યા અંગે રગડા, ઝઘડા, ટંટા કે ફરિયાદો થવાના પ્રસંગો ઊભા થઈ જાય છે. પવિત્ર સ્થળમાં જ જગ્યાની ગોલમાલો પણ થાય છે, તોફાનો થાય છે, અને મામલો કયારેક તો મારામારી સુધી પહોંચી પણ જાય છે, પણ આવું મુંબઈ, અમદાવાદ જેવા મોટાં શહેરોમાં બને છે. એ વખતે આ દિવસ કેવો મહાન અને પવિત્ર છે તેનું ભાન ક્રોધાધુ બનતાં ભૂલી જવાય છે, કોઈની નક્કી કરેલી જગ્યાને કોઈએ પડાવી લેવાની અનીતિ કદી ન કરવી જોઈએ, પણ અજ્ઞાનથી કોઈએ કદાચ તેમ કર્યું હોય તો તે પ્રશ્નનો શાંતિથી નીવેડો લાવવો, પણ ગમે તેમ ઝઘડા કરી કર્મ ન બાંધવાં અને બીજાને બાંધવામાં નિમિત્ત ન બનવું, આરાધનાનો ઉદ્દેશ જો માર્યો જતો હોય તો પછી આરાધના કરવાનો કે ઉપાશ્રયમાં આવવાનો અર્થ પણ શો રહેવાનો? –ઉપાશ્રયમાં આવ્યા બાદ કટાસણું વગેરેને, જમીનને આંખથી જોઈ, પૂંજી, પ્રમાર્જીને પાથરવું-મૂકવું જોઈએ જેથી જીવદયા પળાય. જતા જતા જ જલ જ ન જ « જ જ જ --
SR No.032679
Book TitleSamvatsari Pratikraman Saral Vidhi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2001
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy