SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ જે વિવિધ ચિત્રો સહ સરલ | દેવસી પ્રતિક્રમણમાં ઉપયોગી કૃતિઓ ચૈત્યવંદન તુજ મૂરતિને નિરખવા, મુજ નયણાં તરસે; તુજ ગુણ ગણને બોલવા, રસનાં મુજ હરસે. ૧ કાયા અતિ આનંદ મુજ, તુજ યુગ૫દ ફરસે; તો સેવક તાર્યા વિના, કહો કિમ હવે સરશે. ૨ એમ જાણીને સાહિબાએ, નેકનજર મોહે જોય; જ્ઞાનવિમળ પ્રભુ સુનજરથી, તે શું જે નવિ હોય. ૩ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું સ્તવન અંતરજામી સુણ અલસર, મહિમા ત્રિજગ તુમ્હારો રે; સાંભળીને આવ્યો છું તીરે, જન્મ મરણ દુઃખ વારો; સેવક અરજ કરે છે રાજ! અમને શિવસુખ આપો, આપો આપોને મહારાજ! અમને મોક્ષસુખ આપો. ૧ સહુકોનાં મન વાંછિત પૂરો, ચિતા સહુની ચૂરો, એહવું બિરુદ છે રાજ તમારું, કેમ રાખો છો દૂર. સે. ૨ સેવકને વલવલતો દેખી, મનમાં મહેર ન ધરશો, કરુણા સાગર કેમ કહેવાશો? જો ઉપકાર ન કરશો. સે. ૩ લટપટનું હવે કામ નહિં છે, પ્રત્યક્ષ દરિસણ દીજે. ધુંઆડે ધીજું નહિ સાહિબ! પેટ પડ્યાં પતીજે સે. ૪ શ્રી શંખેશ્વર મંડન સાહિબ, વિનતડી અવધારો, કહે જિનહર્ષ મયા કરી મુજને, ભવસાયરથી તારો. સે. ૫
SR No.032679
Book TitleSamvatsari Pratikraman Saral Vidhi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2001
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy