________________
( ૧૫ર જે વિવિધ ચિત્રો સહ સરલ વિટ ચેષ્ટા - હલકી શૃંગાર ચેષ્ટા, 'ભક્તકથા - ભોજન સંબંધી કથા, તાંત - વાત, ઉખલ - ખાણીયો, મુશળ - સાંબેલું, નિસાહે - છીપર, મેલીએકઠાં કરી, દાક્ષિણ્યલગે – શરમથી, મુખપણા લગે – વાચાલપણાને લીધે, અંધોલે - સામાન્ય સ્નાન કરતાં, ખેલ - બળખો, ઝીલણ ઝીલ્યાંતળાવમાં નાહ્યાં, પ્રેક્ષણક - ગમ્મત, સંભેડા - કજીયાં, હુહુ - બોકડા, ખાદિ - ખ્યાતિ, આલી વનસ્પતિ લીલી વનસ્પતિ, આહટ દોહટ્ટ - આ-રૌદ્ર પ્રકારનું, ઉજેહિ – અજવાળું, આભડ્યાં - સ્પર્યા, અણપૂછ્યુંપૂર્ણ થયા વિના, બાહિરલાં - બહારનાં, લહુડાવડા - લઘુનીતિ - વડીનીતિ કરવાની ભૂમિ, અણુજાણહ જસુગ્રહો - જેમની આ જગ્યા
૧. ખાવાના અર્થમાં ભક્ત અને ભોજન બંને શબ્દો જણાવ્યાં છે.
૨. જૈન શાસ્ત્રકારોએ વ્યક્તિની રક્ષા માટે ખૂબ વ્યાપક અને ઊંડા ખ્યાલો કર્યા છે. એમાં જૈન સાધુઓ માટે ખાસ ચિંતા સેવી છે. હંમેશા ક્ષેત્રપાલો - ક્ષેત્ર એટલે ધરતી, સ્થાન, પાલ એટલે રક્ષક - માલિક તે આ ક્ષેત્રપાલો ઉતરતી કક્ષાના દેવ-દેવીઓ ખાસ કરીને ઝાડ ઉપર તથા જર્જરિત - જૂનાં મકાનોમાં અને જંગલનાં ક્ષેત્રોમાં વાસો કરી રહેલા હોય છે. અથવા તો તે જગ્યાને પોતાની માલિકીની માનીને પોતાની બનાવેલી હોય છે. કઈ જગ્યા તેની માલિકીની હોય છે તે સાધુઓને ખબર હોતી નથી અને માલિકીની જગ્યા થઈ એટલે એ જગ્યાના માલિક દેવની રજા લીધા સિવાય ઝાડો કે પેશાબ કરવાનું બની ગયું તો ક્ષેત્રપાલને પોતાના જ્ઞાનથી તરત ખબર પડી જાય છે, પછી તે સાધુ ઉપર કોપાયમાન થાય છે અને શારીરિક - માનસિક વગેરે જાતજાતનાં ત્રાસો - પીડા આપવા માંડે છે. આવું અમોએ સાધુ સંસ્થામાં સારી રીતે અનુભવ્યું છે એટલે શાસ્ત્રકારોએ જણાવ્યું છે કે તમો વિહાર કરતાં રસ્તામાં બેસવાના હો તો બેસતા પહેલા અણજાણહ જસુગ્રહો બોલવું એટલે આ જગ્યા જે દેવની માલિકીની હોય તેઓની જગ્યા વાપરવા માટે હું રજા માગું છું. તમો રજા આપો આવો ઔપચારિક વિવેક કરવો જ જોઈએ. તે રીતે જ્યારે જ્યારે જ્યાં જ્યાં માતરૂ-ડિલ જવું હોય તો ત્યાં પણ અણજાણહ જસુગ્રહો એટલે
* * * * * ** * * * * * * * *