SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૦ ૪ વિવિધ ચિત્રો સહ સરલ ) એટલે મને બળ મળ્યું, અને પછી મેં છ આવશ્યક શું? તે કહીને પ્રથમ “સામાયિક' લીધું ત્યાંથી સમજણ આપવાનું શરૂ કર્યું અને પ્રતિક્રમણનાં તમામ સૂત્રો અને મુદ્રાઓનો પરિચય આપ્યો. અંતમાં સંતિકર પૂરું થયું ત્યારે ખાસા ત્રણ કલાક થવા પામ્યા પણ મારે કહેવું જોઈએ કે કોઈએ કશી ગરબડ કરી નહીં, અવાજ કર્યો નહીં. કોઈએ અરૂચિ દાખવી નહીં. પ્રતિક્રમણ પૂરું થતાં સહુએ કહ્યું કે જીંદગીમાં પ્રતિક્રમણ શું છે? તે આજે જ જાણવા મળ્યું, ખરેખર! આજે અપૂર્વ આનંદ થયો. અમને એમ થતું કે મુનિરાજો અમને મુહપત્તીના કપડાંને ઉઘાડ-બંધ કેમ કરાવે છે? વાંદણા વખતે કપાળ કેમ કુટાવે છે? અને તમો બોલે જાવ અને જ્યારે અમે કશું જ સમજીએ નહિ ત્યારે સાવ વેઠીયાવેઠ કરી લાગે, કંટાળો આવે, પછી ઊંધીએ, વાતો કરીએ કે એકબીજાના મોંઢાં જોતાં બેસી રહીએ, અને જેલની સજાની જેમ સમય પૂરો કરીએ. આપે જે પ્રથા શરૂ કરી તે બધા મુનિરાજ અપનાવે તો અમારા જેવા અજ્ઞાન જીવોને આનંદ મળે અને ભાવ જાગે. તે જ વખતે લોકોએ માંગણી કરી કે સંવત્સરીએ પણ આ જ રીતે સમજે આપશો?' મેં કહ્યું કે સહુનો મત થશે તો મને વાંધો જ નથી. આ વાતની અગાઉથી લોકોને જાણ થઈ ગઈ હતી. ચૌદશના પ્રતિક્રમણની હવા પણ લોકોએ ખૂબ ફેલાવી હતી, એટલે સંવત્સરીએ માણસોનો કદી ન થયો હોય તેવો ધસારો થયો. સાંકડે માંકડે પણ સહુ બેઠા અને તે દિવસે મેં સંવચ્છરી પ્રતિક્રમણની આરાધનાની મહત્તા કહેવા સાથે ચૌદશની જેમ સમજાવ્યું. જનતાએ ખૂબ ખૂબ રસપૂર્વક સાંભળ્યું અને પ્રતિક્રમણ ઉઠયા પછી જનતાના આનંદોલ્લાસની સીમા ન હતી. ખાસા ચારેક કલાકે ક્રિયા પૂરી થઈ. આ પદ્ધતિ દાખલ કર્યા પછી પ્રારંભમાં તો આ પદ્ધતિ અમારા સંવાડાના સાધુઓએ અપનાવી લીધી અને ધીમે ધીમે અન્ય સંઘાડાના સાધુઓએ પણ સારા પ્રમાણમાં અપનાવી છે. હું જોઉં છું કે આથી જનતાનો ભાવોલ્લાસ ખૂબ જ વધે છે, અને કંઈક સમજીને કર્યાનો આનંદ પણ મેળવે છે અને ગુરુઓ પ્રત્યે આદર-પ્રેમ વધે છે.
SR No.032679
Book TitleSamvatsari Pratikraman Saral Vidhi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2001
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy