SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ આમુખ કુમારપાળ દેસાઈ મૈત્રીભાવનું વહેતું ઝરણું, જેન ધર્મમાં વહ્યા કરે પૂજ્ય શ્રી ચિત્રભાનુજીની જીવનકથા વિશે વિચારતાં મારી નજરની સામે અહિંસાની ભાવનાથી મઘમઘતા એક ઉત્કૃષ્ટ અને પારદર્શક જીવનની કેટલીય છબીઓ પસાર થઈ જાય છે. લગભગ દસેક વર્ષની ઉંમરથી પૂ. શ્રી ચિત્રભાનુજીને મળવાનું અને એમનાં પ્રેરક પ્રવચનોનું શ્રવણ કરવાનું સદ્ભાગ્ય સાંપડ્યું. મારા પિતાશ્રી “જયભિખ્ખ સાથે એમનો ગાઢ સ્નેહસંબંધ હતો અને એ સમયે પૂ. શ્રી ચિત્રભાનુજીના સૌરભ' અને “મોતીની ખેતી' જેવાં કેટલાંક પુસ્તકો જયભિખ્ખએ સ્નેહપૂર્વક સુંદર સજાવટ સાથે “શ્રી જીવનમણિ સર્વાચન શ્રેણીમાં પ્રગટ કર્યા હતાં. એ સમયે ગુજરાતના પ્રસિદ્ધ સાક્ષરો ધૂમકેતુ, મનુભાઈ જોધાણી, ધીરુભાઈ ઠાકર વગેરેની સાથે પૂ.શ્રી ચિત્રભાનુજીને ઘરોબો હતો. જયભિખ્ખું ષષ્ઠિપૂર્તિની ઉજવણી પ્રસંગે ૧૯૬૮માં મુંબઈના રોક્સી થિયેટરમાં પૂ. શ્રી ચિત્રભાનુજીએ વિશાળ સભાને સંબોધી હતી અને એ સમયે જૈન અને જૈનેતર તમામ લોકો પર એમનાં વાણી અને વિચાર – બંનેનો પ્રભાવ જોવા મળતો હતો. આચાર્ય રજનીશ અને પૂ. ચિત્રભાનુજીની વ્યાખ્યાનશૈલી અને વિચારવૈભવ વિશે સામાન્ય જનસમૂહમાં રસપ્રદ તુલનાત્મક ચર્ચાઓ ચાલતી હતી. પૂ. ચિત્રભાનુજીને જયભિખ્ખનો નિર્ભયતાનો ગુણ ખૂબ પસંદ હતો અને તેઓ જ્યારે જ્યારે મને મળતા ત્યારે જયભિખ્ખની મસ્તી, જિંદાદિલી અને નિર્ભયતાની વાત કરતા. ત્યારબાદ મુંબઈ, સિંગાપોર અને અમેરિકામાં એમને વખતોવખત મળવાનું બન્યું. સ્નેહ, સૌજન્ય અને સદ્ભાવ ધરાવતાં પૂ. પ્રમોદાબહેન સાથે પણ કૌટુંબિક ઓળખાણ હોવાથી એ સંબંધ વધુ દઢ બન્યો અને ધીરે ધીરે પૂ. શ્રી ચિત્રભાનુજીની જીવનશૈલી, ચિંતનદષ્ટિ અને ધર્મભાવનાનો નિકટથી અનુભવ થતો ગયો. જૈન ધર્મ વિશેની એમની લગની અને દઢતા બંને બેમિસાલ છે. એમણે મહાત્મા ગાંધીજીના પ્રભાવે અહિંસા, સાદાઈ અને સત્યનિષ્ઠા અપનાવ્યાં અને ભગવાન મહાવીરના અહિંસાના સિદ્ધાંતને માત્ર પ્રવચનોથી નહીં, બલ્બ જીવંત આચરણથી
SR No.032677
Book TitleYugpurush Chitrabhanuji
Original Sutra AuthorN/A
AuthorDilip V Shah
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2019
Total Pages246
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy