________________
આશીર્વચન
શ્રી ગુરુદેવ ચિત્રભાનુજીનાં જીવનને શબ્દોમાં ગુંથવાનાં મહત્ત્વનાં કાર્યને પાર પાડવા બદલ હું શ્રી દિલીપભાઈ શાહને અભિનંદન પાઠવું છું. શ્રી ગુરુદેવ ચિત્રભાનુજીની સિદ્ધિઓ અને સફળતાઓની ઝાંખી આપવી ખુદમાં જ એક બહુ મોટો પડકાર છે. જૈન સમુદાયમાં દિલીપભાઈ એવી પહેલી વ્યક્તિ છે જેમણે આવું પુસ્તક લખવાની પહેલ કરી. તેમના પ્રયત્નોને પગલે આપણાં જૈન સમુદાયનાં તથા અન્ય લોકોને પણ આ મહાન આત્મા વિષે વધુ જાણવા અને શીખવા મળશે. જૈન ધર્મના સંદેશનો પડઘો હવે વધુ દૂર સુધી પ્રસરી શકશે.
મારા આશીર્વાદ અને શુભેચ્છા દિલીપભાઈ સાથે છે તથા ભવિષ્યનાં તેમનાં દરેક સાહસ અને પ્રયાસમાં તેમની સાથે રહેશે.
આચાર્ય ચંદનાજી વિરાયતન રાજગીર, બિહાર