SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ અને ખાનગી મિશન માટે પસંદ કરાયો. રૂપને દારૂગોળાથી ભરેલા એક કોથળાને એક સંતાવાના સ્થળેથી બીજા સંતાવાના સ્થળે પહોંચાડવાનું કામ સોંપાયું. કમનસીબે સાદા કપડામાં ફરનારા બે અંગ્રેજ સૈનિકોને શંકા જતાં તેમણે રૂપને રોક્યો. રૂપ છટકી શકે તે પહેલાં તેમણે પોતાની બાયોનેન્ટ્સથી રૂપને ફટકાર્યો. સાજા થવા માટે રૂપે હૉસ્પિટલના બિછાને ૧૭ દિવસ સુધી એકલા પડ્યા રહેવું પડ્યું. રૂપ જેવો ચાલતો થયો તેમ તરત જ પોલીસની પૂછપરછ શરૂ થઈ ગઈ. રૂપે તેના જૂથ કે સાથીદારો વિશે પોલીસને કોઈ વિગતો ન આપી. તેણે સતત એક જ વાતનું રટણ કર્યું, “મને કંઈ જ ખબર નથી. મને કોઈ અજાણ્યા માણસે આ કોથળો એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા કહ્યું હતું. આમાં શું ભર્યું છે તેની કોઈ જાણ નહોતી. મને માત્ર પૈસામાં જ રસ હતો, જે મને કામ પૂરું કર્યા પછી મળવાના હતા, બસ.” અધિકારીઓએ બધા જ કીમિયા અજમાવી જોયા. તેમણે રૂપને પાંચ હજાર રૂપિયા અને છોડી મૂકવાની લાલચ આપી, એ કામે ન લાગ્યું તો તેમણે રૂપને બરફની લાદી પર સૂવડાવીને સજા કરી. તેમણે રૂપને શૉક ટ્રીટમેન્ટ આપવાની ધમકી પણ આપી અને તેને દિવસો સુધી ઊંઘવા ન દીધો. છતાંય રૂપ ડગ્યો નહીં. તેણે પહેલાં કહેલી પોતાની વાત પકડી રાખી. આ ત્રાસ બહુ આકરો હતો પણ રૂપે પોતાની જાતને ટકાવી રાખી. તેને આ બધું સહન કરવાની શક્તિ અને પ્રેરણા કેવી રીતે મળ્યાં હશે? આ આંતરિક બળ અને સૂઝ રૂપને પોતાની લાંબી બીમારી દરમિયાન મળ્યાં હતાં. તેના દ્વારા રૂપને આત્માની સંભાવનાઓની પણ ઊંડી સમજ મળી. શારીરિક બળ અને નૈતિક હિંમત વચ્ચેની આ લડાઈમાં, નવા ઉજાગર થયેલા આંતરિક અવાજે તેની સાથે સ્પષ્ટતા અને સહાનુભૂતિથી વાત કરી. આત્મ મૂલ્ય, આત્મવિશ્વાસ અને નીડરતાથી સજ્જ રૂપે અંગ્રેજ સૈનિકોને આખરે પોતાને છોડી દેવા માટે મનાવી લીધા. પોતાનાં જેલવાસ દરમિયાન રૂપ એક ગુનેગારને મળ્યો જેને મોતની સજા ફટકારાઈ હતી. તે માણસે પોતાની પત્નીને પર પુરુષ સાથે જોઈને રોષે ભરાઈને તેની હત્યા કરી હતી. જોકે ગુનો આચર્યા પછી તેને એ બાબતનો બહુ અફસોસ થઈ રહ્યો હતો. રૂપે તેનો ડર, વ્યથા અને હતાશા જોયાં. રૂપે જોયું કે કઈ રીતે તેને ઘસડીને ફાંસીને માંચડે લઈ જવાયો અને ત્યારે તે માફી માટે સતત કરગરી રહ્યો હતો. આ ગુનેગારીની પીડા રૂપ માટે એવો બીજો પ્રસંગ બની રહ્યો જયારે તેને બીજી વાર મૂળ ઝળહળતા સત્યની ઝલક મળી. લોહિયાળ કપડું બીજા લોહીથી સાફ નથી થઈ શકતું. લોહિયાળ કપડાના ડાઘા સાફ કરવા માટે તમને ખૂબ બધું સાફ પાણી જોઈએ. હિંસાથી માત્ર હિંસા જ પેદા થાય છે. રૂપને હવે ખબર પડી ગઈ હતી કે તેણે હિંસાને આમંત્રણ આપ્યું હતું અને અંગ્રેજ સૈનિકોએ તેને આપેલા ઘાવ, પોતે જે હિંસાનો ભાગ બનવા જઈ રહ્યો હતો તેનું વળતું પરિણામ હતી. સ્વતંત્ર યુગપુરુષ - ૩૮ -
SR No.032677
Book TitleYugpurush Chitrabhanuji
Original Sutra AuthorN/A
AuthorDilip V Shah
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2019
Total Pages246
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy