SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ વિકાસ માટે અનિવાર્ય સત્યને શોધનાર એ હોય છે જે જાણે છે સારી સોબત, ઉપદેશ અને સજાગતા. એ ત્રણેય સ્વાસ્થ્ય માટે સારાં પાસાં છે જે મનને લલચાવનારા પતનથી દૂર રાખે છે. – ચિત્રભાનુજી પ્રકરણ ૨૪: ઇચ્છાવિહીન પરમાનંદાવસ્થા ૨ ૦૧૯માં ૯૬ વર્ષની ઉંમરે પહોંચેલા ચિત્રભાનુજીનું સ્વાસ્થ્ય પ્રમાણમાં ઘણું સારું છે. તે પોતાના આયુષ્યનો શ્રેય ધ્યાન, રોજિંદા ત્રણ-ચાર કલાકનાં મૌન વિગન તથા સાત્વિક આહારને આપે છે. તેઓ જાણે છે કે પોતે વ્યસ્ત અને ભરપૂર જિંદગી જીવ્યા છે અને સાથે હજારો લાખો શુભેચ્છા અને આશીર્વાદ પણ તેમણે એકઠા કર્યા છે. તેઓ પોતાની જાત, પોતાના પરિવાર અને વિશ્વ તમામ સ્તરે શાંતિ અને શાતા અનુભવે છે. તેમણે આગળનો વિચાર કરીને જાહેર જીવનમાંથી પોતાની જાતને દૂર કરવાનું નક્કી કર્યું. તેમણે અગણિત લોકોને જે સલાહ આપી છે તે તેઓ અનુસરી રહ્યા છેઃ વિશ્વની નાગરિકતાનો ત્યાગ કરવો અને આમ તેઓ હવેથી પોતાના આત્મા માંહી વધુ વસવાટ કરી રહ્યા છે. મનની સ્પષ્ટતા, હિંમત અને આત્મવિશ્વાસ થકી જે સિદ્ધ થઈ શકે તેનો પુરાવો એટલે તેમનું જીવન ! તેમના લાંબા અને ઘટનાસભર જીવનમાં એક પણ વાર તેઓ અંધશ્રદ્ધાને તાબે ન થયા કે ન તેમણે કોઈ પ્રચલીત માગણીઓને પગલે પોતાની કટિબદ્ધતા કે મનોબળને જતાં કર્યાં. હવે તેમને લાગે છે કે તેમણે જીવનનો ધ્યેય પાર પાડ્યો છે અને હવે આગામી પેઢીએ અહિંસાનો સંદેશો આગળ ધપાવવાનો છે. તેમના ઘણા વિદ્યાર્થીઓ આખા અમેરિકામાં વિવિધ હિસ્સાઓમાં ધ્યાન શીખવે છે તથા શાકાહાર અને વિગનિઝમનો પ્રચાર-પ્રસાર કરે છે. યુરોપમાં તેમના વિદ્યાર્થીઓ, ફ્રાંસમાં આદિનાથ અને જર્મનીમાં તૃપ્તિ - ધ્યાન કેન્દ્રો ચલાવે છે. ચિત્રભાનુજીને એ વાતનો આનંદ છે કે તેમના મોટા ભાગના વિદ્યાર્થીઓ જે ધ્યાન શીખવે છે તેઓ આ સ્વૈચ્છિક રીતે કરે છે અને વ્યાપાર તરીકે નથી કરતા. ચિત્રભાનુજી = - ૨૦૩ -
SR No.032677
Book TitleYugpurush Chitrabhanuji
Original Sutra AuthorN/A
AuthorDilip V Shah
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2019
Total Pages246
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy