SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મનિર્ભરતા જો તમારે ખરેખર બંધનમાંથી મુક્તિ મેળવવી હોય તો જાતમાં વિશ્વાસ કરો. આપણી જાતમાં જ આત્મવિશ્વાસ અને મનોબળના ચમકારા ન હોય તો આખી દુનિયામાં કોઈ પણ આપણને મુક્તિની ખાતરી આપવાની ક્ષમતા નથી ધરાવતું. મુક્તિની શક્તિ આપણી અંદર જ રહેલી છે. – ચિત્રભાનુજી પ્રકરણ ૧૦ કપરું બાળપણ મહાવીર સ્વામી મને એવા સ્વસ્થ બાળક માટે આશીર્વાદ આપો જે સદાચારી-ધાર્મિક પંથે આગળ ધપે. પાવન વિચારો તેનું માર્ગદર્શન કરે અને તે ભાગ્યશાળી બને...” સમી સાંજે ઉત્તર પૂર્વીય ભારતનાં રાજસ્થાનનાં નાનકડા ગામ તખતગઢમાં પોતાના ઘરે પાછા ફરી રહેલા છોગાલાલજીનાં મનમાં આ વિચારો ચાલી રહ્યા હતા. એમની આ મૂંગી વિનવણી મહાવીરને એટલે કે જૈન ધર્મના ચોવીસમા તીર્થંકરને સંબોધીને કહેવાઈ હતી. મહાવીર સ્વામીએ સમગ્ર ભારતમાં અહિંસાનો સંદેશ પ્રસરાવ્યો હતો. આ વૈશ્વિક સંદેશો હવે આખી દુનિયામાં ફેલાયેલા તેમનાં ભક્તો-અનુયાયીઓને રોજિંદી જિંદગીમાં શાતા અને દિશાસૂચન પૂરાં પાડે છે. આમ, છોગાલાલજી જે એક પ્રામાણિક, ભલા અને ચિંતાઓથી ઘેરાયેલા વેપારી હતા, કપરા સમયમાં પોતાની આગ્રહભરી પ્રાર્થના મહાવીર સ્વામી આગળ વ્યક્ત કરી રહ્યા હતા. છોગાલાલજીનાં લગ્ન આઠ વર્ષ પહેલાં મૃદુભાષી અને નિર્મળ એવી ચુનીબાઈ સાથે થયાં હતાં. તેમણે ઘણી વિપદા વેઠી હતી. તેમના પહેલા પુત્ર સૂરજનું બાળમરણ થયું હતું. બે વર્ષ પછી તેમણે પોતાની દીકરી જાદવને માંડ એક વર્ષ જીવીને ચાલી જતાં જોઈ હતી. એટલે હવે એ ઘટનાનાં ત્રણ વર્ષ પછી જ્યારે ચુનીબાઈને ફરી ગર્ભ રહ્યો ત્યારે સ્વાભાવિક છે કે આ સમાચાર મળતાંની સાથે જ ઉત્સાહમાં ભયનો સ્પર્શ પણ તોળાઈ રહ્યો હતો. આ વખતે તેઓ ઇચ્છતા હતા માત્ર તંદુરસ્ત બાળક, જે પૂરેપૂરી અને સુખી સ્વસ્થ જિંદગી માણી શકે. - ૧ - ચિત્રભાનુજી
SR No.032677
Book TitleYugpurush Chitrabhanuji
Original Sutra AuthorN/A
AuthorDilip V Shah
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2019
Total Pages246
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy