SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તરે મદદ કરી હતી. સ્વાહીલીમાં ઉહુનો અર્થ સ્વતંત્રતા થાય છે. ઓસવાલ જ્ઞાતિએ આફ્રિકન અને સ્થળાંતર કરીને આવેલા સમુદાયોના ટકી શકે તેવા વિકાસ અને આર્થિક સદ્ધરતાના ઘડતરમાં નોંધનીય ભાગ ભજવ્યો. આફ્રિકાના આઠ દિવસના પ્રવાસ દરમિયાન ગુરુદેવે શ્રોતાઓથી ભરચક ઘણી સભાઓ સંબોધી. “મને ઇચ્છા વગરના સ્તરે પહોંચવાની જ ઇચ્છા છે,” તેમનું આ પ્રખ્યાત વાક્ય આ સભાઓમાંની એકમાં ઉચ્ચારાયું હતું. તેમણે પ્રમોદાજી સાથે પ્રેસિડન્ટ ડેનિયલ અરાપ મોઈની મુલાકાત લઈ તેમને આશીર્વાદ આપ્યા. ગુરુદેવે, પ્રેસિડન્ટની શાંતિ, પ્રેમ અને એકતાની ફિલૉસૉફી વિશે ઘણું સાંભળ્યું હતું અને તે વિશે વાંચ્યું હતું. તેમણે પ્રેસિડન્ટને નૈરોબીના વિસા ઓસવાલ દ્વારા માનવીય કલ્યાણના કાર્યો કરવા માટે ૧૦૦,૦૦૦ શિલિંગનો ચેક ભેટ આપ્યો. પાર્કલેન્ડ, નૈરોબીમાં જે રીતે જૈન દેરાસર બની રહ્યું હતું તેનાથી ગુરુદેવને ખૂબ સંતોષ થયો. ૧૯૮૩માં આ બાંધકામ પૂર્ણ થયું અને આમ તે દેશમાં જૈન ધર્મના પાયા મજબૂત બન્યા. ઓસવાલના ઍજ્યુકેશન અને વૈલફેર બોર્ડ દ્વારા થનારી પ્રવૃત્તિઓ અંગે પણ ખૂબ જ આનંદ વ્યક્ત કર્યો હતો. એ સમયે બોર્ડ દ્વારા બે માધ્યમિક શાળાઓ, બે પ્રાથમિક શાળાઓ અને એક બાલમંદિર ચલાવાઈ રહ્યું હતું. આ ઉપરાંત બોર્ડ દ્વારા કન્યા અને કુમાર છાત્રાલય પણ સ્થપાયાં હતાં. આ ઉપરાંત આખા દેશમાં જ્યાં પણ જૈનો વસતા હતા ત્યાં વિવિધ શૈક્ષણિક સંસ્થાનો ચાલી રહ્યાં હતાં. બૉર્ડ દ્વારા પોતાના લોકોની કાળજી તો લેવાતી જ હતી પણ ઈસ્ટ આફ્રિકાના સામાન્ય લોકોને પણ તેઓ મદદ કરતા હતા. દરેક શાળામાં ભણનારામાંથી પચાસ ટકા વિદ્યાર્થીઓ બિન-જૈન સમુદાયના હતા. પોતાનાથી અલગ હોય તેવા લોકોની કાળજી રાખવાની જૈનોની વૃત્તિનું બીજું ઉદાહરણ વિસા ઓસવાલ આઈ કેમ્પ હતો, જે ગુરુદેવ નૈરોબી પહોંચ્યા તે પહેલાં શરૂ કરાયો હતો જેમાં અન્ય નાગરિકોને માટે પણ સેવાઓ હતી. ભારતથી બોલાવાયેલા ડૉક્ટર્સ દ્વારા આ કેમ્પમાં કામ થતું હતું અને આંખની તકલીફ ધરાવનારા કેન્યાના ઘણા લોકોને ત્યાં આવવા માટે વાહનની વ્યવસ્થા, ખાણીપીણી અને રહેવાની વ્યવસ્થા કરી અપાઈ હતી. એ કૅમ્પમાં અંદાજે ૭૦૦૦ લોકોની તપાસ થઈ હતી અને ૮00 જણાનાં ઑપરેશન થયાં હતાં. અમે ધર્માતરણમાં નથી માનતા” ગુરુદેવે નૈરોબી પાર્કલેન્ડમાં મીડિયા સાથે વાત કરતાં કહ્યું. “વ્યક્તિ પોતાનો ધર્મ બદલ્યા વિના પણ જૈન હોઈ શકે છે. દરેક માણસે આ જીવન પ્રત્યેના આદર તથા અન્ય વ્યક્તિઓ પ્રત્યેના પ્રેમ ખાતર આ કરવું જ રહ્યું.” - ૧પ૯ - ચિત્રભાનુજી
SR No.032677
Book TitleYugpurush Chitrabhanuji
Original Sutra AuthorN/A
AuthorDilip V Shah
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2019
Total Pages246
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy