SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ આને બદલે જો આપણે આપણી જાતને કોઈ એક ચોક્કસ ધર્મ, માન્યતા કે આદર્શોનાં બંધનોમાંથી મુક્ત કરવાનો નિર્ણય લઈએ અને માત્ર ને માત્ર જાત ઉપર વિજય મેળવવા ઉપર જ ધ્યાન આપીએ તો આપણને ખૂબ આનંદ આપનારી સ્વતંત્રતાનો, પરિશુદ્ધિનો અનુભવ થશે. ત્યાં પહોંચવા માટે આપણને ધ્યાન જ માર્ગ બતાવી શકશે. આપણી અંદરના શત્રુઓને જીતવા માટે આપણે જો ધ્યાન વિના પ્રયત્ન કરીશું તો તે પ્રયત્ન નિષ્ફળ જશે. કારણ કે પ્રાર્થના તો ઘણી વાર શબ્દોનાં રટણમાં સીમિત થઈ જાય છે. પણ જ્યાં ધ્યાન હોય છે ત્યાં ક્યાંય પણ જાતની સાથે કોઈ પણ પ્રકારનું છળ કે કોઈ જ ખોટા વિચારોને સ્થાન નથી હોતું. ધ્યાનનું મુખ્ય કામ છે જાત સાથે પૂર્વવત સંતુલન કેળવવું. આ માટે જ આપણે આપણી વૈશ્વિક જાતથી છૂટા પડી શકીએ છીએ. અને સમયાંતરે વૈશ્વિક આધ્યાત્મિકતા જે આપણાં બધામાં વહે છે તેની સાથે તાલ મેળવી શકીએ છીએ. ધ્યાન આપણને એક સાપેક્ષતા કેળવવામાં પણ મદદ કરે છે. અને આપણી પોતાની આધ્યાત્મિક પ્રગતિ અંગે પણ દૃષ્ટિકોણ કેળવવામાં મદદ કરે છે. પોતાનાં જ ચિત્રને જોઈ રહેલા કલાકારની માફક આપણે આપણી જાતને ચકાસવા અને આપણી જાતની પ્રશસ્તિ કરવા માટે સહેજ પાછા જઈને ઊભા રહેવું પડે. જો એમ ન કરીએ તો આપણે પીંછીઓ અને રંગોમાં ખોવાઈ જઈએ પણ આખા કેન્વાસને એટલે કે આપણી જિંદગીને જોવાનું ચૂકી જઈએ છીએ. ચિત્રકારની જેમ આપણે પણ આપણાં જીવનના ચિત્રને એક દીર્ધદષ્ટિથી જોવું રહ્યું. ધ્યાન આપણને સંપૂર્ણ ચિત્ર જોવાની ક્ષમતા આપે છે. આપણાં જીવનનું ચિત્ર વર્તમાન તથા આધ્યાત્મિક ધ્યાન આપણને એ મોકો આપે છે કે આપણે દિવસ દરમિયાન શું કર્યું છે. સર્જનાત્મક બનવા માટે, સંતુલન મેળવવા માટે અથવા તો રોજિંદી જિંદગીની તાણને દૂર કરવા માટે આપણે શું છીએ અને આપણે શું કર્યું છે તે આપણે જોવું જ રહ્યું. રોજ બે વાર આપણે આપણી વિચારોની પ્રક્રિયા અને આપણાં કાર્યોનું અવલોકન કરવું જોઈએ. સવારે ઊઠતી વેળા અને દિવસનો અંત થાય ત્યારે ઊંઘતાં પહેલાં આ કરવું રહ્યું. આપણે જ્યારે આપણી જાતને તાલીમ આપીએ અથવા તો ધ્યાન ધરવા આપણે સ્વને દૂરથી નિહાળી શકીએ એટલા અંતરથી કે તેમાં આખા દિવસના વિચારોના કોલાહલ ન હોય, ત્યારે આપણે કદાચ લાગણીઓના અને વિચારોના ઉતાર-ચઢાવનો પણ અનુભવ કરીએ. આ સ્થિતિને આપણે પડકારવી જોઈએ. જોકે તેની પ્રક્રિયા સરળ નથી, આરામદાયક નથી. દૃઢતાપૂર્વક આપણે આ કોલાહલને સંબોધવો જોઈએ. તેમને તમારે આવું કહેવું જોઈએ કે, આટલા બધા કામના કલાકો દરમિયાન તમે મારી સાથે હતા હવે તમે મને મારી જાત સાથે રહેવાનો સમય આપો. કામના વિચારો દિવસ દરમિયાન આપણી અગત્યની જરૂરિયાત હોય છે, પરંતુ ધ્યાન દરમિયાન આપણે વિચારોને આરામ આપવો રહ્યો. વિચારો જે પણ ચોખવટ યુગપુરુષ - ૧૨૬ -
SR No.032677
Book TitleYugpurush Chitrabhanuji
Original Sutra AuthorN/A
AuthorDilip V Shah
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2019
Total Pages246
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy