SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ વક્તવ્યો આખા અમેરિકામાં આર્થિક વળતર સાથે યોજવા માંગતા હતા. તેમની વિનંતીને નમ્રતાપૂર્વક નકારાઈ દેવાઈ. ઘણાં સ્થાનિક અને વિદેશનાં અખબારોએ, ટેલિવિઝન ચૅનલોએ ચિત્રભાનુજીનો ઇન્ટરવ્યુ લીધો. ધી વૉઈસ ઑફ અમેરિકા અને બીબીસીએ તેમના સંદેશાને આખી દુનિયામાં પ્રદર્શિત કર્યો. ઑક્સફર્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીના ઘણા પ્રતિનિધિઓએ તેમને ઇંગ્લેન્ડમાં તેમના વિદ્યાર્થીઓ સાથે વાત કરવા માટે આમંત્રણ આપ્યું. ચિત્રભાનુજીએ આ આમંત્રણ ખુશીથી સ્વીકાર્યું. ઇંગ્લૅન્ડ જતાં પહેલાં તેમણે આ મુસાફરી ફ્રાંસથી શરૂ કરવાનું નક્કી કર્યું. ચિત્રભાનુજી અને શાંતિલાલજીની બે હજાર માઈલની આલ્પાઈનના રમણીય પ્રદેશોમાંથી થનારી આ મુસાફરીમાં સ્વામી હંસાનંદ પણ જોડાયા. ચિત્રભાનુજીને એવું લાગ્યું કે જાણે કુદરત પણ નવકાર મંત્રનો પડઘો પાડી રહી હતી. સૌથી પહેલાં તેઓ ફ્રાન્સનાં મુખ્ય ગણાતાં શહે૨ લીઓનમાં રોકાયા. ચિત્રભાનુજી એ સમયે ફીલોસૉફીના કેટલાક વિદ્યાર્થીઓને મળ્યા, જેમાંના કેટલાક શાકાહારી બની ચૂક્યા હતા. તેઓ ચિત્રભાનુજી પાસેથી અહિંસા વિશે સાંભળવા તત્પર હતા. તેમણે પોતાના પ્રભાવી વક્તવ્યથી બધાને ખુશ કરી દીધા. ત્યાર બાદ તેઓ સ્વામી હંસાનંદના સુંદર આશ્રમ સૅન્ટર ઓમ પર પહોંચ્યા, જ્યાં સ્વામી હંસાનંદના વિદ્યાર્થીઓ આખરે તેમના ગુરુના ગુરુને મળ્યા અને ‘નમો અરિહંતાણં મંત્રથી તેમનું સ્વાગત કર્યું. તેઓ ફ્રાન્સમાં એકબીજાને બૉંજૂર કહેવાને બદલે હવે આ જ રીતે એકબીજાનું અભિવાદન કરતા હતા. આશ્રમનાં શાંત વાતાવરણમાં મુનિ ચિત્રભાનુજીને ખ્યાલ આવ્યો કે મહાવીરના વૈશ્વિક સિદ્ધાંતો વિશ્વમાં કોઈ પણ ખૂણે એક સમાન શાંતિ સાથે પાળી શકાય છે, અનુસરણ કરી શકાય છે. ત્યાર બાદ તેઓ મેન્ડી ઓમ નામની એક જગ્યાએ ગયા જ્યાં ખૂબ થોડાક જ પુરુષો એકલા રહી રહ્યા હતા અને સાધુજીવન, આધ્યાત્મિક જીવન અનુસરી રહ્યા હતા. સ્વામી હંસાનંદે સૂચવ્યું કે મુનિશ્રી તેમના આશ્રમમાં રહે અને ભવિષ્યમાં તે સ્થળનો ધ્યાનના સ્થળ તરીકે ઉપયોગ કરે. ચિત્રભાનુજીએ તેમના આ ઉદાર અને તત્કાલીન આપેલા પ્રસ્તાવ બદલ આભાર માન્યો. થોડા દિવસો પછી તેઓ માર્સેલના યોગ ઇન્સ્ટિટ્યૂટમાં વિવિધ પ્રવચનો કરવા નીકળી પડ્યા. આ પછીનું આગલું સ્થળ હતું પૅરિસ. તેમને સાંભળવા મોટી સંખ્યામાં યુવાનો આવ્યા હતા. આવા જ એક નાના સંમેલનમાં પૅરિસના યોગ ઈન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતી ૧૬ યુવતીઓ પણ ચિત્રભાનુજીના આશીર્વાદ લેવા અને તેમનાં દર્શન કરવા આવી હતી. પૅરિસ છોડીને લંડન ગયા તેના એક દિવસ પહેલાં ચિત્રભાનુજી તથા · ૯૯ - - ચિત્રભાનુજી
SR No.032677
Book TitleYugpurush Chitrabhanuji
Original Sutra AuthorN/A
AuthorDilip V Shah
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2019
Total Pages246
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy