SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્રભાનુજીના અથાગ પ્રયત્નને પગલે સર્વધર્મ અહિંસા સમિતિની રચના થઈ. આ સમિતિને વધુ એક ઘાતકી અને અન્યાયી પ્રથા વિશે સમજ પડી, જેને તકનીકના સંશોધન તરીકે જોવામાં આવતી હતી. મુંબઈના એક કતલખાનામાં ઓટોમેટિક સ્લોટરિંગ મશીન મુકાવાનું હતું. જો આ મશીન મુકાય તો ખાટકી દિવસમાં ત્રણ ગણા વધારે પ્રાણીઓને મારી શકે. વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી સમક્ષ આ વાત વિરોધ સાથે રજૂ કરાઈ. તેઓ આ લાગણી સમજતા હતા અને તેઓ આ યોજનાને અટકાવવા તૈયાર હતા. કમનસીબે તેઓ ૧૧મી જાન્યુઆરી, ૧૯૬૬ના દિવસે ગુજરી ગયા. આમ કતલખાનાંઓ પહેલેથી નક્કી કરાયેલા આઠ દિવસ દરમિયાન દર વર્ષે બંધ રહેતાં હોવા છતાં મશીનરી ધરાવતાં કતલખાનાંઓને કારણે પશુઓની હત્યા સમયાંતરે વધતી ગઈ. હંમેશાં એવો સમય આવે છે કે જ્યારે માણસ જાત એક પગલું આગળ ધરે ત્યારે બે પગલાં પાછળ ભરતી હોય છે. આ દુઃખદાયી છે પણ આ જ સત્ય છે. ચિત્રભાનુજીએ ૧૯૬૫મી સાલમાં “ધ ડિવાઈન નૉલેજ સોસાયટીની સ્થાપના કરી. જેનું મુખ્ય કામ દાન અને રાહતકાર્યો કરવાનું હતું. ડિવાઈન નૉલેજ સોસાયટીનો બીજો ધ્યેય હતો ચિત્રભાનુજીનાં વક્તવ્યોને ગુજરાતી અથવા અંગ્રેજીમાં પ્રકાશિત કરવાં. અંગ્રેજીમાં પ્રકાશિત થયેલાં પુસ્તકોને તેમના ઘણા બધા અનુયાયીઓ યુ.એસ. અને યુરોપ લઈ ગયા. ચિત્રભાનુજીએ પોતે ભારતની બહાર પગ મૂક્યો તે પહેલાં તેમના શિષ્યો દ્વારા પૅરિસ અને પ્રાગમાં ધ્યાન આશ્રમોની સ્થાપના થઈ ચૂકી હતી. ધ ડિવાઈન નૉલેજ સોસાયટીએ હર્બટ વૉરેન નામના એક બ્રિટિશ શિક્ષણવિદ ૧૯૧૨માં લખેલા પુસ્તક “જૈનીઝમ”ને પુનઃ પ્રકાશિત કર્યું. યુ.કે.માં વિરચંદ ગાંધીના વક્તવ્ય સાંભળતાં કરાયેલી નોધને આધારે આ પુસ્તક લખાયું હતું. જ્યારે પણ કોઈ ચિત્રભાનુજી સાથે સગાઓ કે મિત્રો સાથેના વ્યવહાર કે વર્તણૂક અંગેની પૃચ્છા લઈને જતું ત્યારે તે હંમેશાં પ્રતિભાવમાં પહેલાં એમ પૂછતા કે તેમને ધર્મમાં કે કર્મમાં વિશ્વાસ છે? ત્યાર પછી તેઓ મુલાકાતીને પવિત્ર નવકાર મંત્રની મદદથી ધ્યાન ધરવાનું કહેતા. તેઓ હંમેશાં બીજી વ્યક્તિને જે કરવું હોય તે કરે કે જેવો વ્યવહાર કરવો હોય તેવો કરે પણ તે દરમિયાન કઈ રીતે આંતરિક શાંતિ જાળવવી અને અનુભવવી તેની સલાહ આપતા. વાલ્વેશ્વર રોડ પર આવેલી ડિવાઈન નૉલેજ સોસાયટી ત્યાં સુધીમાં ઘણા બધા લોકો માટે મૌન, ધ્યાન અને ચિત્રભાનુજીના વક્તવ્ય સાંભળવા માટેનું સ્થળ બની ચૂક્યું હતું. તેના જીવંત વાતાવરણને કારણે ઘણા જુવાનિયાઓ પણ તેની તરફ આકર્ષાતા. યુવાનો વિવિધ વિષયો પર ચર્ચા કરતા અને પુસ્તકો કે શિષ્યવૃત્તિ જીતતા. ચિત્રભાનુજીનાં વીસ પ્રવચનોને ગુજરાતીમાં આ સંસ્થાએ પ્રકાશિત કર્યા. તેમાંનાં કેટલાંક હિન્દી અને અંગ્રેજીમાં પણ અનુવાદિત કરાયાં. તેનો સૌથી પહેલો યુગપુરુષ - ૮૪ -
SR No.032677
Book TitleYugpurush Chitrabhanuji
Original Sutra AuthorN/A
AuthorDilip V Shah
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2019
Total Pages246
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy