SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મેઘવિજય ઉપાધ્યાયે પણ શ્રી પાર્શ્વનાથ નામ માળામાં તેની નીચે પ્રમાણે નોંધ લીધી છે. : મહિમાંહિં મહિમા મંદિર શ્રી મગસીશ. સુરનર નાયકપદ આપે છે જે બગસીશ. શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર હાટ બજારમાં આવેલું છે. મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની એક બાજુએ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ અને બીજી બાજુએ શ્રી નેમનાથ ભગવાનની શ્યામ પ્રતિમાજી છે. મૂળ મંદિરમાં બે પ્રાચીન પ્રતિમાઓ દશમા સૈકાની છે અને બીજી મૂર્તિઓ પર સંવત ૧૫૪૨ના લેખો વિદ્યમાન છે. મૂળ મંદિરની ચારે બાજુ મળી ૪૨ દેવકુલિકાઓ છે. મંદિરની આગળ એક ચૌમુખ દેરી છે. તેની આગળ રાયણવૃક્ષ છે. દેરીમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુના પગલાં છે. મંદિરની પાછળ આવેલા બગીચામાં પાંચ દેરીઓ છે. તેમાં શ્રી પાર્શ્વનાથ ભગવાન, શ્રી અભયદેવસૂરિ અને દાદાજી વગેરેના પગલાં પધરાવેલાં છે. અહીં બે ધર્મશાઓ છે. આ તીર્થનો વહીવટ આણંદજી કલ્યાણજીની પેઢી સંભાળે છે. (૨) મુંબઈ - આગ્રા માર્ગ ઉપર ઉજ્જૈનથી ૪૦ અને દેવાસથી ૪૦ કિલોમીટરના અંતરે શ્રી મક્ષી તીર્થ આવેલું છે. અહીં શ્રી મક્ષી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી સાતમી સદીની હોવાનું મનાય છે. આ ચમત્કારિક સ્થળ છે. મહંમદ ગઝનીએ આ તીર્થ ૫૨ ક્ષતિ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં તે સફળ થયો નહોતો. (૩) શ્રી મક્ષી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી ઘણી જ પ્રાચીન માનવામાં આવે છે ઈ.સ. દશમી સદીમાં પરમાર રાજાઓ દ્વારા આ તીર્થ બંધાયાનો ઉલ્લેખ છે. અગિયારમી સદીમાં મહંમદ ગઝનીએ જ્યારે ભારત ભરમાં અનેક મંદિરો લૂંટ્યા ત્યારે અહીં પણ આવેલો પરંતુ અહીં આવ્યા પછી તે માંદગીમાં સપડાયો ત્યારે તેને આ મંદિરને કોઈ ક્ષતિ પહોંચાડવી નહિ તેવો આદેશ શાસન દેવે આપેલો શ્રી મક્ષી પાર્શ્વનાથ ૩૩
SR No.032666
Book Title108 Parshwanath Tirth Samput Part 03
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy