SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ સરસ્વતીની માફક, સર્જક્તા તેમજ વિવેકશક્તિ એ બન્ને પ્રયોજવા જોઈએ. ભારતીય સંસ્કૃતિની શ્રમણ પરંપરામાં પણ વૈદિક પરંપરાની માફક સરસ્વતીની ઉપાસના સંસ્કૃતિના ઉગમકાળથી થતી આવી છે. આ અવસર્પિણીના ઉષ:કાળમાં ભગવાન ઋષભદેવની સૃષ્ટિના આદ્યકર્તા તરીકે ગણના થાય છે. તેમણે તેમની પુત્રી બ્રાહ્મીને જમણે હાથે લિપિ શીખવાડી. અને એ અક્ષર માતૃકાને લિપિ રૂપે જગતમાં પ્રગટ કરી. એ લિપિ બ્રાહ્મી લિપિ કહેવાઈ અને બ્રાહ્મી વાણીની દેવતા તરીકે પ્રસ્થાપિત થઈ. જૈન આગમોમાં ભગવતી સૂત્ર સહુથી પ્રાચીન ગણાય છે. આ રીતે બ્રાહ્મી સરસ્વતીને નમસ્કાર કરવામાં આવ્યો છે. જૈન ધર્મમાં તીર્થકર ભગવંતોના પ્રવચન દ્વારા વહેતો થયેલો દેદીપ્યમાન અનંત ઉર્જા પ્રવાહ તે સાસ્વત મહઃ કે મૃત દેવતા છે. એ વાણીની જે સૂત્ર રૂપે ગ્રંથણી થઈ તે દ્વાદશાંગી. આ બન્નેના આરાધના માટે કાઉસગ્ગ થાય છે. | જૈન ધર્મમાં કલ્યાણ કંદમુ, સંસાર દાવાનલ અને ભુવનદેવતાની સ્તુતિઓમાં સરસ્વતીના વર્ણન સાથે તે દેવી અમને હંમેશા સુખ આપનારી થાઓ એવી પ્રાર્થના કરવામાં આવી છે. અને શ્રાવકોના છ આવશ્યકોમાંના એક પ્રતિક્રમણમાં પ્રતિદિન બોલાય છે તેમજ પ્રાપ્તઃ મંગલિક સ્મરણના સ્તોત્રો – સંતિકર, તિજ્યયહુતિ અને બૃહચ્છાંતિ: માં ષોડશ વિદ્યા દેવીઓના નામોલ્લેખ સહિત રક્ષતુ વો નિત્યં સ્વાહા’ કે ‘ વિજ્જાદેવીઓ રકખંતુ' (વિદ્યાદેવીઓ અમારું રક્ષણ કરો) એવા પાઠ દ્વારા પ્રાર્થના કરવામાં આવી છે. જ્ઞાનની ઉપાસનાનું અદકેરું મહત્વ જ્ઞાનાતિચારમાં પણ જોઈ શકાય. જ્ઞાનોપગરણ પાટી, પોથી, ઠવણી, નવકારવાળી વગેરે જ્ઞાનના ઉપકરણોની આશતનાથી બચવાનું જ્ઞાની ભગવંતોએ ફરમાવ્યું છે. શ્રત, શારદા, ભારતી, બ્રાહ્મી, સરસ્વતી, વિદ્યા, વાગીશ્વરી, વીણાવાદિની, ત્રિપુરા આદિ ૧૦૮ નામો પ્રાપ્ત થાય છે. ભારતીદેવી સાહિત્ય, સંગીત, કલા, વિદ્યા અને જ્ઞ=ાન આપનારી છે. મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત શ્રી સરસ્વતી અષ્ટકના સાતમા શ્લોકમાં તાત્વિક માર્ગ મળે છે અને સમ્યક ક્રિયામાં પ્રાપ્તિ થાય છે. જે જ્ઞાન ક્રિયાથી અધિક કેવળજ્ઞાન(મોક્ષ) શ્રી સરસ્વતી માતા ૨૬૯
SR No.032666
Book Title108 Parshwanath Tirth Samput Part 03
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy