SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ભેદભાવ ભૂલાવી પ્રેમભાવમાં ડૂબાડવા માટે જ જન્મ્યા હોય તેમ “યથા નામ તથા ગુણાઃ' એ ન્યાયે પ્રેમવિજયજી સહુના પ્યારા બની ગયા. વિનય, વૈયાવચ્ચ, સેવા, સદ્ભાવના, મિષ્ટ મધુરી ભાષા, અભ્યાસ કરવાની લગની, વાચનની ધૂન, અને અત્યંત ભાવથી પ્રવચન સાંભળવાની રૂચિ. આ સર્વ ગુણોને એવા આત્મસાત્ કરી લીધા કે બાલમુનિ શ્રી પ્રેમવિજયનું જીવન રાતરાણીના ફૂલોની માફક સુગંધનો સમુદ્ર અને મોહકની માફક મધુર મનમોહક બની ગયું. આમ વર્ષો પસાર થતાં ગયા. પૂજયશ્રી ૩૪ વર્ષના થયા. પૂજયશ્રીને વિક્રમ સંવત ૨૦૧૦માં શાહપુર(અમદાવાદ)માં પંન્યાસ પદવી પ્રાપ્ત થઈ. પંન્યાસજી શ્રી પ્રેમવિજયજી મહારાજ જ્યાં જ્યાં ગયા ત્યાં દરેક પ્રકારના શુભ કાર્યોની હારમાળા સરજાવતાં રહ્યાં, એમણે પોતાના જીવનને એક મિશન બનાવી દીધું હતું. એમણે કદી ન કોઈ અપેક્ષા, માન, સન્માન, ઈનામની રાખી અને ક્યારેય અપમાન કે બદનામીની પરવા કરી. તેઓ જૈન શાસનના ગૌરવને પ્રતિષ્ઠિત કરવામાં કોઈની શેહ-શરમ રાખી નહોતી. - પૂજ્યશ્રી પ્રખર પ્રવચનો સાંભળીને ભાવિકો પ્રસન્ન બની ઊઠતા હતા. શાસન પ્રભાવનાના સહસ્ત્ર કિરણોવાળો આ નૂતન સૂર્ય જ્યારે પૂર્ણ રીતે ચમકતો બરાબર મધ્યાન્હ આવ્યો ત્યારે સમગ્ર દુનિયા આ મહાપુરુષના ચરણોમાં ઝૂકી પડી, સૌ કોઈ ઈચ્છતા હતા કે પૂજ્યશ્રી હવે આચાર્ય બને... - આ તરફ પૂજયશ્રીના ગુરૂદેવ શ્રી આ. ભક્તિસૂરિજી મહારાજને અંતરાનુભૂતિ થઈ કે, મારું આયુષ્ય હવે છ મહિનાથી વધારે નથી. તેથી પં. પ્રેમવિજયજીને પોતાના હાથે આચાર્યપદ અર્પણ કરવાનો વિચાર કર્યો પરંતુ યોગ્ય મુહૂર્ત ન હતું. ત્યારે પાસે રહેલાં પૂ.આ.શ્રી ચંદ્રસાગરસૂરીજીને કાર્યભાર સોંપ્યો. અને પં. પ્રેમવિજયજી મ. ને આચાર્યપદથી વિભૂષિત કરવા જણાવ્યું. આ તરફ પૂજ્યશ્રીએ ગુરૂદેવના અંતિમ સમયમાં દિવસ-રાત જોયા વિના લગાતાર અભૂત સેવા કરી. શ્રી શંખેશ્વર મહાતીર્થમાં વિ.સં. ૨૦૧૪ પોષ સુદ-૩ ના પ.પૂ. આ. શ્રી વિજય ભક્તિસૂરીશ્વરજી મ. ની ચિરવિદાયથી અગ્રણી શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ ૨૧૯
SR No.032666
Book Title108 Parshwanath Tirth Samput Part 03
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy