SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ મજીદો ઊભી કરી હતી. - વિક્રમ સંવત ૧૬૦૨માં ફિરંગીઓએ આ બંદર પર હૂમલો કર્યો તેથી શ્રીમંતો અન્યત્ર ચાલ્યા ગયા. વિક્રમના ૧૭મા સૈકામાં ગંધાર બંદર પુનઃ ધબકતું થયું. પુનઃ જાહોજલાલી આવી. અનેક જિનાલયો આ નગરની શોભારૂપ હતાં. જગદ્ગુરૂ શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજ તેમના વિશાળ મુનિર્વાદ સાથે અહીં ચાતુર્માસ અર્થે રહ્યાં હતા. તે સમયે તેમને અકબર બાદશાહે ફતેહપુર સિક્રી આવવાનું આમંત્રણ પાઠવ્યું હતું. ત્યારે શાસનની અપૂર્વ પ્રભાવના થવાની છે તેવું માનસપટ આવી જતાં શ્રી હીરસૂરિજી મહારાજે બાદશાહના આમંત્રણનો આ તીર્થસ્થળે સ્વીકાર કર્યો હતો. આ વિક્રમના અઢારમાં સૈકાના ખંભાતના ચાંચિયાઓએ આ નગરમાં મોટા પાયે લૂંટ ચલાવી અને નગરનું પતન આવ્યું. તે સમયે અહીંના જિનાલયોમાં રહેલાં અનેક જિનબિંબોને દહેજ ગામમાં ભંડારી દેવામાં આવ્યાં હોવાનું મનાય | ગંધારમાં શ્રી મહાવીર સ્વામી અને શ્રી અમીઝરા પાર્શ્વનાથ એમ બે જિનાલયોનું અસ્તિત્વ જળવાઈ રહ્યું. શ્રી મહાવીર સ્વામીનું જિનાલય વિ.સં. ૧૫00ની સાલમાં ખંભાતના રાજીયા વાજીયાએ બંધાવેલ. તેનો જીર્ણોધ્ધાર સં. ૧૮૧૦માં થયો. આજે આ જિનાલય ગામની ઉત્તર દિશામાં ખંડેર હાલતમાં વિદ્યમાન છે. | વિ.સં. ૧૬૫૯ના વૈશાખ વદ છઠના રોજ શ્રી વિજયસેનસૂરિજી ના વરદ હસ્તે શ્રી અમીઝરા પાર્શ્વનાથની ભવ્ય પ્રતિષ્ઠા થઈ હતી. એ પછી સં. ૧૯૬૪ની સાલમાં મહા સુદ - ૫ ના શ્રી અમીઝરા પાર્શ્વનાથ વગેરે જિન પ્રતિમાજીઓને ગામના નૂતન જિનાલયમાં પુનઃ પ્રતિષ્ઠિત કરવામાં આવી. તો શ્રી અમીઝરા પાર્શ્વનાથ પ્રભુની નયનરમ્ય અને ચમત્કારી પ્રતિમાજીમાંથી અવાર-નવાર અમીઝરણાં થતાં હોવાથી પરમાત્મા ‘અમીઝરા'થી જગવિખ્યાત થયા. ત્યાર પછી પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મ. ના પટ્ટધર પૂ. વ્યાખ્યાન વાચસ્પતિ આ. ભગવંત શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરિશ્વરજી મ. ના હસ્તે શ્રી અમીઝરા પાર્શ્વનાથ ૧૨૬
SR No.032666
Book Title108 Parshwanath Tirth Samput Part 03
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy