SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ અહીં માગશર વદ-૮ થી વદ-૧૧ સુધી ભરાતા મેળામાં યાત્રિકો પાસેથી કર લેવામાં આવતો હતો, ત્યારે આચાર્ય ભગવંત શ્રી વિજયદેવ સૂરિશ્વરજી મહારાજના ઉપદેશથી મેવાડના જગતસિંહે કર લેવાનો બંધ કરાવ્યો હતો. વિક્રમ સંવત ૧૭૦૭માં આ અલૌકિક પ્રતિમાને દર્શનીય પરિકરથી વિભૂષિત કરવામાં આવી. આ પરિકરમાં ૨૩ ભગવાનની મૂર્તિઓ છે. વિક્રમ સંવત ૧૯૮૧માં આ તીર્થનો જીર્ણોધ્ધાર થયો અને વિક્રમ સંવત ૨૦૧૪ના મહાસુદ ૪ના દિવસે પુનઃ પ્રતિષ્ઠા થઈ હતી. અહીંની કોતરણી આબુ, રાણકપુર પ્રકારની છે. વિશાળ જગ્યામાં આવેલું આ બાવન જિનાલય ભવ્ય છે. પોષ દશમનો મેળો ભરાય છે. રાઈ પ્રતિક્રમણમાં હજારો ભાવિકો ‘તીર્થનંદના સ્તોત્રમાં આ તીર્થને ભાવથી વંદન કરે છે. વરકાણા ગામના વાસી હોવાથી આ પ્રભુજી વરકાણા પાર્શ્વનાથના નામથી સુપ્રસિધ્ધ છે. અનેક મહાપુરુષોએ શ્રી વાકાણા પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ કરી છે. તે જ સાંતાક્રુઝ(મુંબઈ) ના શ્રી કલિકુંડ પાર્શ્વનાથ જિનાલયની ફરતી ભમતીના એક ગોખલામાં શ્રી વરકાણા પાર્શ્વનાથ બિરાજે છે. તથા જીરાવલા તીર્થની પાંચમી દેરીમાં શ્રી વરકાણા પાર્શ્વનાથજીની પ્રતિમાજી છે. - શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં અઠ્ઠાણુંમીદેવકુલિકામાં શ્રી વરકાણા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે. વિશેષ જાણકારી અહીં વિવિધ પુસ્તક - પુસ્તિકાઓમાંથી ઉદ્ભૂત કરેલી માહિતી પ્રસ્તુત છે. (૧) અહીંની કોતરણી આબુ, રાણકપુર પ્રકારની છે. દેરાસર નાનું પણ સુંદર છે. આ તીર્થ પણ પ્રાચીન છે. અને પંચતીર્થીનું સ્થળ મનાય છે. રાણીથી ૩ કિ.મી., ફાલનાથી ૨૦ કિ.મી. દૂર છે. નાડલાઈ, નાડોલ થઈને વરકાણા આવી શકાય છે. શ્રી વરાણા પાનાથ ૧૧૨
SR No.032666
Book Title108 Parshwanath Tirth Samput Part 03
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy