SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યાં આવ્યો હતો. મેં બોરીવલીમાં ફલેટ લીધો છે. આ બધી કૃપા શ્રી અમૃતઝરા પાર્શ્વનાથ દાદાની છે.' આ “શ્રી અમૃતઝરા પાર્શ્વનાથ? કંઈ સમજાયું નહિ...?” ભાઈ, હું જ્યારે સુરત હતો ત્યારે મુસીબતમાં ફસાયો હતો ત્યારે કોઈએ મને રસ્તો દેખાડ્યો કે શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - ભવ્ય જિનાલય આવેલું છે. આ જિનાલયમાં શ્રી અમૃતઝરા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે. તેમના દર્શન-વંદન, સેવા પૂજા કરવાથી વિપત્તિઓનો નાથ થાય છે. આ બાબતની તમામ વિગતો મેળવીને હું શંખેશ્વર ગયો હતો. ત્યાં એક દિવસ રોકાઈને શ્રી અમૃતઝરા પાર્શ્વનાથ પ્રભુની ખરા હૃદયથી ભક્તિ, સેવા પૂજા કરી. ત્યાંથી પાછો ફર્યો પછી મારા પરજે આપદા આવી પડી હતી તે આઠ દિવસમાં નષ્ટ થઈ ગઈ. પછી સુરતમાં રહેવાનું મન ન રહ્યું અને છેલ્લા ચાર મહિનાથી મુંબઈમાં આવી ગયો છું. બોરીવલીમાં ફલેટ લઈ લીધો છે. કમીશનની દલાલીમાં સારી રકમ મળી જતાં ફલેટ મેળવી શક્યો છું. તું શું કરે છે?' ‘તારા જેવા અમારા ભાગ્ય ક્યાં છે ?' હું તો વર્ષોથી એકજ જગ્યાએ નોકરી કરું . પગારમાં વધારો થતો નથી. મહિને ચાર હજાર રૂપિયા મળે છે. શું કરવું તેની સુઝ પડતી નથી...!' કલ્પેશે કહ્યું. ‘તું નોકરી છોડી દે ને...!' નયન બોલ્યો. ‘નોકરી છોડીને ક્યાં જાઉં? બાપુજી નિવૃત્ત થયા છે પણ તેઓ ઘેર બેસીને નામા કરે છે. તેમની અને મારી આવક ભેગી થાય છે ત્યારે ઘર ચાલે છે.' તું એક કામ કર...તું શંખેશ્વર જઈ આવ. ત્યાં શ્રી અમૃતઝરા પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ કરી આવ. તારી તમામ સમસ્યાઓ ઉકેલાઈ જશે.' છેબન્ને મિત્રો એકબીજાને મળીને આનંદ પામ્યા હતા. બન્નેએ એકબીજાને સરનામું અને ફોન નંબર આપ્યા. અંધેરી આવતાં કલ્પેશ ઉતરી ગયો. નયન ચર્ચગેટ ઉતરવાનો હતો. કલ્પેશ ત્રણ દિવસ બાદ એકલો શંખેશ્વર જવા વિદાય થયો. તેણે મુંબઈથી વીરમગામની ટિકિટ કઢાવી હતી અને રીટર્ન ટિકિટ પણ કઢાવી લીધી હતી. શ્રી અમૃતઝરા પાર્શ્વનાથ ૧૦૮
SR No.032666
Book Title108 Parshwanath Tirth Samput Part 03
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy