SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ સૌને થયુ કે ધાંધલ શેઠનો આ ઉપાય નિષ્ફળ જશે કે શું ? ના...ના.. અધિષ્ઠાયક દેવો જરૂર સહાય કરશે. શ્રાવક -શ્રાવિકાઓ વધુ કંઈ વિચારે તે પહેલાં બળદ ગાડું સ્વયં ચાલવા લાગ્યું. CROSS બળદગાડાની પાછળ બન્ને સંઘના લોકો ચાલવા લાગ્યા. ત્યાં તો બે માર્ગ આવ્યા. જેમાંનો એક માર્ગ જીરાવલા તરફ જતો હતો. બીજો માર્ગ બ્રહ્માણ ગામ તરફ જતો હતો. હવે સૌને પ્રશ્ન થયો કે બળદગાડુ કઈ દિશાએ આગળ વધશે ? ત્યાં તો સૌના આશ્ચર્ય વચ્ચે બળદગાડું શ્રી પાર્શ્વપ્રભુની પ્રતિમાજી લઈને જીરાવલા તરફ જવાના માર્ગે આગળ વધ્યું. JI જીરાવલા ગામના સંઘના શ્રાવકો-શ્રાવિકાઓએ હર્ષ ની ચિચિયારી કરી મૂકી. જીરાવલાને ત્યારે જીરાપલ્લી પણ કહેવામાં આવતું હતું. જીરાપલ્લીના લોકોમાં આનંદ અને હર્ષનો અવસર ઉભરી આવ્યો. જીરાવલા ગામના લોકોની સાથે બ્રહ્માણ ગામના લોકો પણ જોડાયા. બ્રહ્માણ સંઘ પણ જોડાયો. સર્વત્ર ખુશાલી છવાઈ ગઈ હતી. જીરાવલા સંઘે તરતજ ઢોલ-નગારાના વાદકો ને બોલાવ્યા. વાઘ મંડળીઓને બોલાવી. குதியா ઢોલ નગારાના વાકદો તથા વાઘ મંડળીઓ આવી ગઈ વાતાવરણમાં વાઘોના સૂરો વહેવા લાગ્યા. ઢોલ-નગારા ના પડધમથી વાતાવરણમાં પ્રસન્નતા છવાઈ ગઈ. શ્રી પાર્શ્વપ્રભુનો નગર પ્રવેશ કરાવવા સમગ્ર જીરાવલા ગામના લોકો ઉમટી પડ્યા ભવ્ય નગર પ્રવેશ યાત્રાનું આયોજન ક૨વામાં આવ્યું હતું. અગ્રભાગે વાઘ મંડળી અને ઢોલનગારા વાદકો વાતાવરણને સુરીલું બનાવી રહ્યા હતાં. ત્યાર પછી ગામની કુમારિકાઓ માથા પર કળશ લઈને શ્રી જીરાવલાજી પાર્શ્વનાથ ૧૯
SR No.032664
Book Title108 Parshwanath Tirth Samput Part 01
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy