________________
| |
ગક ગહલી ગીત
ગક ગહલી ગીત સુણજોરે, પ્રેમસૂરીશ્વરજી કેરો મહિમા જગમાં રે ગવાય, મારા ગુરૂજી તો પ્રેમના સાગર કહેવાય.... ૧ પ્રતાપભાઈ પિતા કૃપાલુ, રતનબેન છે માતા કુખ અજવાળી, માતાપિતાની, બેઉ અમર થઈ જાતા, સુણજોરે, કુમળીવયમાં ત્યાગી થઈને શાસનમાં સોહાય..૨
ભક્તિસૂરીશ્વર ગુરૂવર જેના, કેવા હતા રે મહાન, પ્રેમસૂરિશ્વરજી ગુરૂવર આજે, જિનશાસનની શાન, સુણજો રે, આપના ગુણગાન ગાતા ગાતા હૈયા રે હરખાયા..૩
જ્યાં જ્યાં ગુરૂજી આપ પધાર્યા, કંઈ માનવોને તાર્યા, ગચ્છ, સંધી કે તિથિ કેરા, મત ભેદો નિવાર્યા, સુણજો રે, આપના દર્શન કરતાં કરતાં સહુના હૈયા રે ભિંજાયા..૪
શાસનને શ્રી સંઘ ઉપર, લાખો છે ઉપકારો, કોટિ કોટિ ભક્તિ વંદન, ગુરૂજી પ્રેમે સ્વીકારો, સુણજો રે, આપના પગલા જયાં જ્યાં જાતા આનંદ મંગલ થાય..૫
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં
બિરાજમા શ્રી પ્રેમ પાર્શ્વનાથ શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં ભવ્ય, કલાત્મક કોતરણીથી સમૃધ્ધ, પદ્મ સરોવરની શોભાથી અલંકૃત ભવ્ય જિનાલય આવેલું છે. આ જિનાલયમાં શ્રી ૧૦૮ પાર્શ્વ પ્રભુની તેજોમય પ્રતિમાજી બિરાજમાન છે. આ જિનાલયની ફરતી ભમતીમાં બત્રીસમી દેરીમાં શ્રી પ્રેમ પાર્શ્વનાથજીની
શ્રી પ્રેમ પાર્શ્વનાથ
૨૭૪