SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કલ્પદ્રુમજી પાર્શ્વનાથ ઉત્તરપ્રદેશની ધર્મનગરી મથુરા તીર્થમાં ભગવાન શ્રી મહાવીર સ્વામીના દ્વિતીય પટ્ટધર અંતિમ કેવલી શ્રી જખ્ખસ્વામીજીની ચરણપાદુકાઓ છે. મથુરા તીર્થ સાતમા તીર્થંકર શ્રી સુપાર્શ્વનાથ ભગવાનના સમયનું ગણાય છે. અહીં એક રત્નજડિત સ્તૂપનું સ્થાપન થયેલ છે. જે વર્તમાન સમયમાં ઈંટોથી ઢંકાયેલ છે. આ ઉપરાંત અહીં ઘણા સ્તૂપો છે. અહીં ભૂગર્ભમાંથી ઘણા જૈન ગ્રંથો, તામ્રપત્રો વગેરે ઉપલબ્ધ થયા છે. દિલ્હીથી આ તીર્થ ૧૪૫ કિ.મી. ના અંતરે તથા આગ્રાથી ૫૪ કિ.મી.ના અંતરે આવેલું છે. મથુરાએ મહાન હિંદુ તીર્થ છે. શ્રીકૃષ્ણની ભૂમિ ગણવામાં આવે છે. મથુરામાં શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય આવેલું છે. મથુરા યમુના નદીના તટે વસેલું છે. આ નગર અનેક ભવ્ય ઈતિહાસ લઈને ગૌરવભેર ઊભું છે. અહીંના કંકાલી ટીલા વગેરે ઐતિહાસિક સ્થાનો ભવ્ય અતીતના મંગલ સ્મરણો કરાવે છે. | મથુરામાં શ્વેતાંબર જૈનોના ઘર નથી, આથી આ તીર્થનો વહીવટ આગ્રાની શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જૈન શ્વે.મૂ. પેઢી કરી રહી છે. શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથનું આ એક માત્ર મુખ્ય તીર્થ મથુરા છે. શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રસાદ જિનાલયમાં ફરતી ભમતીમાં નવમી દેરીમાં શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથ પ્રભુની દર્શનીય પ્રતિમાજી બિરાજમાન છે. મુંબઈના મુલુન્ડમાં શ્રી વાસુપૂજ્ય સ્વામી જિનાલયમાં શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથ પ્રભુજીની મનોહર પ્રતિમાજી છે. મથુરાથી ૪ કિ.મી. ના અંતરે આવેલું સપ્તફણા મંડિત, ૨૩ ઈંચ ઊંચા અને ૨૧ ઈંચ પહોળા, શ્વેત પાષાણના, પદ્માસનસ્થ શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમા અત્યંત દર્શનીય છે. પ્રતિમાજીના દર્શન થતાં જ મસ્તક નમ્યા વગર ન રહે. યમુના નદીના તટે આવેલું મથુરા ભવ્ય ભૂતકાળના વારસાને સાચવીને બેઠું છે. અહીંના પ્રાચીન અવશેષોની ગૌરવસમી એક-એક ગાથા છે. પહેલાં મથુરાનગરી ૧૨ યોજન લાંબી અને નવયોજન પહોળી હતી. દેવાલયો અને જિનાલયોથી આ નગરીની શોભા અપૂર્વ અને અલૌકિક હતી. પ્રાચીનકાળમાં શ્રી લ્પદ્રુમજી પાર્શ્વનાથ ૯૦
SR No.032664
Book Title108 Parshwanath Tirth Samput Part 01
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy